રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસ દ્વારા અપાયેલી ફેલોશિપનો હેતુ નેતૃત્વને મજબૂત બનાવવા અને સપોર્ટ સિસ્ટમ પૂરી પાડવા શિક્ષણ, ગ્રામીણ પરિવર્તન, વિકાસ માટે રમતગમત અને કળા, સંસ્કૃતિ તથા વારસાના જતનના ક્ષેત્રે કામ કરવા માટે વિમેનલીડ ઈન્ડિયા ફેલોના પ્રારંભિક લાભકર્તાને પસંદ કરાયા
ભારતમાં સામાજિક પરિવર્તન લાવનારી મહિલા આગેવાનોને સક્ષમ અને સુવિધા પૂરી પાડનારી એક નવી પહેલના ભાગરૂપે એક ફેલોશિપ અને તેની સાથે પૂરી પાડવામાં આવનારી મજબૂત સપોર્ટ સિસ્ટમ આ મહિલાઓની ક્ષમતાને મજબૂત બનાવશે.
રિલાયન્સ ફાઉન્ડેશન અને વાઈટલ વોઈસ ગ્લોબલ પાર્ટનરશિપ દ્વારા શરૂ કરાયેલી સંયુક્ત પહેલ એટલે કે પ્રારંભિક વિમેનલીડ ઈન્ડિયા ફેલોશિપ માટે ભારતના સામાજિક ક્ષેત્રની 50 પ્રેરણાદાયી મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. ભારતમાં મહિલા નેતૃત્વ માટે મહત્વાકાંક્ષી એવા તાકીદના એજન્ડાને આગળ ધપાવવા માટે આ ફેલોશિપ પરિવર્તન લાવનારી મહિલાઓ, સામાજિક સાહસિકો અને સામાજિક ક્ષેત્રના આગેવાનોને સશક્ત બનાવવા તેમનામાં રોકાણ કરે છે. એ સાથે તેમની સામાજિક પહેલને અર્થપૂર્ણ રીતે વિકસાવવા અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે એક સપોર્ટ સિસ્ટમ પૂરી પાડે છે.
શિક્ષણ, ગ્રામીણ પરિવર્તન, વિકાસ માટે રમતગમત અને કળા, સંસ્કૃતિ તથા વારસાની થીમ મુજબના તેમના કાર્યો માટેના પ્રારંભિક સમૂહની ફેલો તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ગતિશીલ અને આંતર-પેઢીગત સમૂહ દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પાયાના સ્તરે કામ કરતા વિવિધ સામાજિક ક્ષેત્રની સંસ્થાઓમાંથી આવે છે. ફેલોના આ સમૂહમાં દક્ષિણ દરિયાકાંઠાના ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપનથી લઈને ઉત્તર-પૂર્વ ભારતમાં પોસાય તેવા ઊર્જા સ્ત્રોતો સુધીના વિવિધ મુદ્દાઓ અને ભૌગોલિક ક્ષેત્રો પર કામ કરતી ઉદ્યોગસાહસિક મહિલાઓનો સમાવેશ થાય છે.
દસ મહિનાના સમયગાળા દરમિયાન ફેલોશિપ આ મહિલા નેતાઓને અભ્યાસક્રમ પૂરો પાડવા ઉપરાંત વૈશ્વિક નેતાઓ અને પ્રભાવકોના નેટવર્ક સાથે આદાન પ્રદાન અને આધુનિક તાલીમ પૂરા પાડશે જે સામૂહિક રીતે તેમના જ્ઞાન અને કૌશલ્યોને વધારવામાં મદદ કરશે – તેમાં ઉચ્ચ સામુદાયિક પ્રભાવ હાંસલ કરવા માટેની તમામ જરૂરિયાતોનો પણ સમાવેશ થાય છે.
ફેલોશિપ એવોર્ડ અંગે બોલતાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષા શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું કે, પ્રથમ વિમેનલીડ ઈન્ડિયા ફેલોશિપ માટે પસંદ કરાયેલી અનુકરણીય એવી 50 મહિલાઓને મારા અભિનંદન. તેમની પ્રેરણાદાયી યાત્રાઓ અને પરિવર્તનશીલ દીર્ઘદૃષ્ટિ વિશે જાણીને આનંદ થયો. હું આશા રાખું છું કે આ ફેલોશિપ એક બળ પૂરું પાડનારી બનશે જે ભારતભરના સમુદાયો સાથેના તેમના ઉત્કૃષ્ટ કાર્યને વધુ મજબૂત અને વિસ્તૃત બનાવશે. રિલાયન્સ ફાઉન્ડેશન વિમેનલીડ ઈન્ડિયા ફેલોને ટેકો આપવા અને તેમના કાર્યોનો એક ભાગ બનવાની આ અતુલ્ય પહેલમાં વાઈટલ વોઈસ સાથે ભાગીદારી કરવા બદલ ગર્વ અનુભવે છે.