સ્વીસના ૭ હજાર કરોડમાંથી ભારતીય નાણામાંથી ૩૨૦૦ હજાર કરોડ કસ્ટમર ડિપોઝીટ
નોટબંધીની એક…બે…ત્રણ…
ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે કરાયેલી રાતોરાત નોટબંધીની અસર નહિવત જણાઈ રહી હોય તેવું કહી શકાય. તાજેતરમાં રિપોર્ટ મુજબ સ્વીસ બેંકોમાં પડેલા ભારતીય નાણામાં ૫૦ ટકાનો વધારો થયો છે. કુલ ૭ હજાર કરોડનું સ્વીસ નાણુ ભારતીયોનું છે એટલે કે ગત વર્ષની સરખામણીએ સ્વીસમાં ૫૦ ટકા સુધીના ભારતીય કાળાનાણાની વૃદ્ધિ થઈ છે. ગોપનિયતા માટે પ્રખ્યાત આ બેંકનો આશ્ચર્યજનક આંકડો સામે આવ્યો છે. એસએનબીના આંકડાના આધારે આ વૃદ્ધિ છેલ્લા ૧૩ વર્ષમાં સૌથી વધુ નોંધાઈ છે.
આ પૂર્વે ૨૦૦૪માં સ્વીસ બેંકોમાં ૫૬ ટકા ભારતીય નાણાની વૃદ્ધિ થઈ હતી. આ આંકડા સ્વિસની સેન્ટ્રલ બેકિંગ ઓથોરીટીએ ગુરૂવારે જારી કર્યો હતો. કાળાનાણાને નાથવા તેમજ બેનામી સંપતિને જપ્ત કરવા માટે ટ્રેડ વોર પલટી દેવામાં આવે છે. સ્વીસ બેંકોમાં કુલ ૭ હજાર કરોડ ભારતીય નાણામાંથી ૩૨૦૦ હજાર કરોડ કસ્ટમર ડિપોઝીટ છે. જેમાંથી ૧૦૫૦ હજાર કરોડ પિયા અન્ય બેંકો દ્વારા જમા કરવામાં આવ્યા છે.
સ્વીસ બેંકોમાં વિદેશી ગ્રાહકોની ટકાવારી ત્રણ ગણી વધી છે. જોકે સ્વીસની બેંકો ગોપનિયતા માટે પ્રખ્યાત હોવાનો ભારતીયો ભરપુર લાભ ઉઠાવે છે જોકે ભ્રષ્ટાચારને નાથવા હવે સ્વીસ વિદેશી ગ્રાહકોની માહિતી આપવા માટે સહમત છે.