એન.એફ.એસ.એ. અંતર્ગત રાશનનો લાભ આપવા માટે ખાસ આધાર સિડિંગ કેમ્પ યોજાયો : દિવ્યાંગ વ્યક્તિના પરિવારને માથાદીઠ 5 કિલો નિ:શુલ્ક ઘઉં અને ચોખા તેમજ રાહત ભાવે ચણાદાળ અને તુવેરદાળ અપાશે

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 મી માર્ચને “વલ્ર્ડ ડાઉન સિન્ડ્રોમ ડે” તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. દર વર્ષે  આ દિવસ ડાઉન સિન્ડ્રોમના જેનેટિક ડીસોર્ડર અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ આ નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત રાશનનો લાભ આપવા માટે દિવ્યાંગો માટે ખાસ આધાર સિડિંગ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં અંદાજિત 50 જેટલા પરિવારો ઉપસ્થિત રહ્યા હતાં અને આધાર સીડિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે કલેકટરના હસ્તે દિવ્યાંગોને કાર્ડ આપવામાં આવ્યા હતા. આ તકે કલેકટરએ જણાવ્યું હતું કે,  કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સમાજ સુરક્ષા વિભાગ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને લાભ મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તમામ દિવ્યાંગ અને અન્ય વંચિત લોકોને લાભ આપવામાં રાજકોટ જિલ્લો અગ્રેસર છે. સર્વસમાવેશી વિકાસ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે.

આ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિના પરિવારોના રાશન કાર્ડને આધાર સાથે લિંક કરીને રાજ્યની પુરવઠા મેનેજમેન્ટ સિસ્ટમમાં ઉમેરી રાશન કાર્ડ પર રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાનો સ્ટેમ્પ લગાવવામાં આવે છે, જેથી લાભાર્થી આ કાયદા અંતર્ગત રાશન મેળવી શકે. દિવ્યાંગ વ્યક્તિના પરિવારને માથાદીઠ 5 કિલો નિ:શુલ્ક ઘઉં અને ચોખા તેમજ રાહત ભાવે ચણાદાળ અને તુવેરદાળ આ કાયદા અંતર્ગત આપવામાં આવે છે.આમ, 4 વ્યક્તિનો પરિવાર ગણીએ તો 50 પરિવારો દર મહિને અંદાજિત 2000 કિલો અનાજ વિના મૂલ્યે મેળવતા થશે.  આ તકે પ્રાંત અધિકારી સૂરજ સુથાર, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સેરસિયા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, પ્રયાસ સંસ્થાના પૂજાબેન પટેલ, તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મનોદિવ્યાંગ બાળકોની સાથે રહી જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરે છે:અરુણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ એ જણાવ્યું કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હંમેશા મનોદ દિવ્યાંગ સમાજમાં પછાત તેમજ શોષિત વર્ગના લોકોની સાથે રહીને કાર્ય કરે છે. મનો દિવ્યાંગ 50 બાળકોને આજે એનએસએફએ ના રાશન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા છે. આવતા મહિનાથી પુરવઠાનની તમામ

વસ્તુઓ તેમને મળી રહેશે. જિલ્લા પુરવઠા અધિકારી સમાજ સુરક્ષા સમાજ કલ્યાણના અધિકારીઓ પણ આમાં સાથે રહીને લીગલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આ બાળકો અને તેમના પરિવારને કાર્ડના લાભાર્થી કર્યા છે.

આ ઉત્તમ કાર્ય બદલ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું: પૂજાબેન પટેલ

પ્રયાસ પેરેન્ટ્સ મનોદ દિવ્યાંગ બાળકોની સંસ્થાના પ્રમુખ પૂજાબેન પટેલે જણાવ્યું કે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અન સુરક્ષા સલામતી કેમ્પ યોજી 50 જેટલા મનોદ દિવ્યાંગ પરિવારોને એનએસએફના કાર્ડ વિતરણ કર્યા છે આ તો કે હું કલેક્ટર અરુણ મહેશ બાબુનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ દિવસના

લોકોને એટલો જ મેસેજ પહોંચાડવો છે કે જો તમે આ મનો દિવ્યાંગ બાળકોને સાથે લઈને ચાલશો તો તેઓ સમાજમાં રોજિંદા જીવનની જેમ કાર્ય કરે અને કારકિર્દી પણ કરી શકે છે જેથી મનોદિવ્યાંગ બાળકો માટે નહીં પરંતુ તેમની સાથે રહી સમાજે ચાલવાનું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.