સરકાર દ્વારા ૫૦ ટકા કસ્ટમ ડયુટી લગાડવાથી આયાતી મોટર સાયકલોની કિંમત ઘટશે. ૮૦૦ સીસી કે તેથી ઓછુ એન્જીન ક્ષમતા ધરાવતી બાઈકો પર ૬૦ ટકા કસ્ટમ ડયુટી લાગુ પડશે ત્યારે ૮૦૦ થી વધુ સીસીના એન્જીન ધરાવતી બાઈકોમાં ૭૫ ટકા ડયુટી લાગુ પડશે. ગતકાલે સેન્ટ્રલ બોર્ડ એકસાઈઝ કસ્ટમ દ્વારા મોટર સાયકલની આયાત પર ડયુટીની નોટિસ જાહેર કરવામાં આવી હતી. સીબીઈસીની નોટિસ પ્રમાણે એન્જીન, ગિયર બોકસ, ટ્રાન્સમિશન પર ડયુટી લાગુ કરવામાં આવી છે.

સીકેડી મોટર સાયકલનો એસેમ્બર પહેલાની કીટ છે. જેનાથી તેની કિંમત ૨૫ ટકા જેટલી જટી જશે. આ પૂર્વ તેના પર ૧૦ ટકા ડયુટી હતી. જોકે આ નિયમો સંપૂર્ણપણે આયાત કરાયેલા બાઈક પર લાગુ પડશે ત્યારે એન્જીનોની સ્પીડ વધી જશે તો બાઈક ચાલકો પણ બેફામ બનશે. આયાતી ગાડીઓમાં બીએમડબલ્યુ મોટોરેડ અને અપ્રિલિયા સસ્તુ થઈ શકે છે. આ ઉપરાંત કાવાસાકી, સુઝુકી અને યામાહાના ભાવો પણ ઘટશે. ટ્રીયુમ્પ અને દુકાતી બ્રાંડ સંપૂર્ણ રીતે આયાત કરવામાં આવે છે. જેથી ભારતીય ગ્રાહકોને તેનો લાભ મળશે. આમ યુએસથી મગાવાતા બાઈકો પણ સસ્તા થશે.

આમ તો આજે પણ એકસીડેન્ટોનો દૌર પત્યો નથી ત્યારે હવે ૧૦૦ સીસીની ગાડીઓ સસ્તી થશે તો લોકો તેના પર તુટી પડશે અને ધુમ બાઈક ચલાવી ખોટા દેખાવો કરશે. જોકે ઈમ્પોર્ટન્ટ બાઈકના શોખીનો માટે આ એક ખુશખબરી છે. ભારતીય લોકો વિદેશી વસ્તુઓને પસંદ કરે છે. જોકે હાલ કલાસિક અને રોયલ જેવા ૫૦૦ સીસી એન્જીન ક્ષમતા ધરાવતા બુલેટ પણ લોકપ્રિય બન્યા છે તો આ ૮૦૦ સીસીના બાઈકો સસ્તા થવાથી તેની સારી અને ખરાબ બન્ને અસરો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.