નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલને રૂબરૂ‚ મળી ગ્રાન્ટની માંગણી કરતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર પાની
રાજકોટમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ૫૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેના કારણે રાજમાર્ગો અને ડ્રેનેજ સહિત મહાપાલિકાની રૂ૫૦ કરોડનું તોતીંગ નુકશાન થયું છે. આ નુકશાનીને વેઠવામાં મહાપાલિકા અસમર્થ હોય. આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઈ પટેલને રૂબરૂ‚ મળ્યા હતા અને મહાપાલિકાને ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી.આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ. ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં અત્યાર સુધી ૧૨૮૯ મીમી એટલે કે ૫૨ ઈંચ જેટલો રેકોર્ડ બ્રેક વરસાદ પડયો છે જેના કારણે શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક માર્ગોને ભારે નુકશાન થયું છે. આ રસ્તાઓ રીપેરીંગ, રીનોવેશન, પેવર કામ, ડામર, રસ્તા કામ માટે રૂ .૩૨.૨૬ કરોડની આવશ્યકતા ઉભી થઈ છે. આ ઉપરાંત સ્ટોમ વોટર ડેઈન સીસીરોડ, ડ્રેનેજ સહિતના કામોમાં મહાપાલિકાના ભારે વરસાદથી કરોડની નુકશાની થવા પામી છે. બન્નેની નુકશાનીનો આંક કરોડે આંબ્યો છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મહાપાલિકા આર્થિક સ્થિતિ હાલ આટલું મોટું આર્થિક ભારણ સહન કરે તેવી નથી. માટે આ તમામ કામો માટે રાજય સરકાર મહાપાલિકાને ગ્રાન્ટ ફાળવે તે માટે આજે બપોરે ૨ કલાકે ગાંધીનગર ખાતે રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલને ‚બ‚ મળી રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટના વતની હોય તેઓએ અગાઉ પણ મહાપાલિકાને રોડ-રસ્તાની નુકશાની માટે શકય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી.નવરાત્રી પહેલા રોડ-રસ્તાને ફરી ડામરતી મઢી દેવા માટે મહાપાલિકા દ્વારા કોન્ટ્રાકટ પણ ફાઈનલ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજય સરકાર દ્વારા રાજકોટને વરસાદથી થયેલી નુકશાની માટે ‚રૂ૫૦ કરોડ ફાળવવામાં આવે તેવી શકયતા પણ પ્રબળ બની છે.