સોમનાથ સમુદ્ર પર ભારતીય કલાની પરંપરાઓની લોકશૈલીના ૬૩ પ્રસંગો પર ૫૦ ચિત્રકારોની ટીમ દ્વારા કરવામાં આવતું કલા અનુષ્ઠાન
સુરતના કલા પ્રતિષ્ઠાન સંસ્થાના આશરે ૧૯૦૦ થી વધુ કલાકારો સામેલ
સોમનાથ હરિહર સમુદ્ર પથ પર ચિત્ર કલા અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સુરતનાં કલા પ્રતિષ્ઠાન સંસ્થાના આશરે ૧૯૦૦ થી વધુ કલાકારો સામેલછે.
કલા પ્રતિષ્ઠાન સંસ્થા સુરત છેલ્લા ૧૪ વર્ષથી ગુજરાતની કલા અને સંવર્ધન માટે પ્રસંશનીય કાર્ય કરી રહેલ છે. આ સંસ્થા દ્વારા કલાકરોને વ્યકિતગત સમુદાયગત, સંસ્થાગત અને સમાજગત અભિવ્યકતની તક મળી રહે છે. કલાકારોને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કલા સર્જકો દ્વારા માર્ગદર્શન, પેઈન્ટીંગ વર્કશોપ, કલાશીબીરો પ્રદર્શનોમાં ખ્યાતનામ કલાસર્જકોનું સાનિધ્ય મળી રહે. જેમનાથી નવોદિત કલાકારોને નવી દિશા મળે તે પ્રકારે કાર્યકરે છે.
૧૯૦૦થી વધુ કલાકારોને કલાશીબીરો યોજી લાઈવ લેન્ડસ્કેપો તૈયાર કરાવીને તેની ફલશ્રુતીમાં કલાકારોમાં છુપાયેલી શ્રેષ્ઠતા ઉભરી આવેલ. આ પ્રકારનું કાર્ય અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડીયા દ્વારા તથા ટીમ દ્વારા કરવામાંઆવે છે. સોમનાથ સમુદ્ર પથ પર પૂરારો દૈવિ પ્રસંગો તેમજ ભારતીય કલાની પરંપરાઓની લોકશૈલીના ૬૩ પ્રસંગો પર ૫૦ ચિત્રકારોની ટીમ નિષ્ણાંતોના માર્ગદર્શન પ્રમાણે હરિહર તીર્થ ધામમાં કલાઅનુષ્ઠાન કરી રહી છે. ભાવિ ભવિષ્ય તેમજ આવનાર યાત્રીક એક અનેરી ઉર્જા આ ચીત્રોનાં માધ્યમથી પથ પર વિચરણ કરતા પ્રાપ્ત કરશે તેવા શુભાશયથી આ કાર્ય વેગવાન રીતે ચાલી રહ્યું છે.
કલા પ્રતિષ્ઠાન સંસ્થાના ૫૦ કલાકારોને કલારત્ન એવોર્ડથી સન્માનીત કરાયા
સોમનાથ હરિહર પથ ખાતે કલા પ્રતિષ્ઠાન સંસ્થાના ૫૦ કલાકારોને કલારત્ન એવોર્ડથી સમ્માનીત કરવામાં આવ્યા છે. દશાઅવતાર, શ્રી કૃષ્ણજીવન ર્દાન, રામ ચરીત્ર, વાડ્ડયમ ઉપનિષદ વેદ પુરાણના દૈવિ પ્રસંગ, ભારતીય કલા પરંપરાની લોકશૈલીનાં ૬૩ ચીત્રો ૫૦ જેટલા ગુજરાતનાં કલાકારોએ ચાર દિવસમાં દિન-રાત પરીક્ષમ કરી તૈયાર કર્યા છે.આ તમામ કલાકારોનાં કલાચીત્રોની મુલાકાત ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતી ડો. ગોપબંધુ મીશ્રાએ લીધી હતી કલાકારોના ઉત્સાહમાં અભિવૃધ્ધી કરી તેમજ માર્ગદશન આપ્યું હતુ.આ તમામ કલાકારોનું કલારત્ન એવોર્ડ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતુ. તેમાં સમારોહના અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટી જે.ડી. પરમાર રહ્યા હતા. તેમજ મુખ્ય મહેમાન તરીકે સોમનાથ યુનિવર્સિટીના કુલપતી ડો. ગોપબંધુ મીશ્રા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સ્વાગત પ્રવચન ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફીસરએ કરી સૌ મહાનુભાવોને આવકારેલ હતા. તેમજ ચીત્રકારોનો આભાર વ્યકત કર્યો હતો.