માણાવદર પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર સવાર સુધીમાં ૫ થી ૭ ઇંચ થી વધુ વરસાદે શહેરમાં ૭ નાકરા- જીલાણા ૫ , જાંબુડા ૬, કતકપરા ૫, એમ જુદા જુદા ગામોમાં રીતસર કાળોકેર વર્તાવ્યો છે. અતિભારે વરસાદ ના પગલે શહેરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો હતો તથા શહેર તરફની સાઇડમાં ધોવાણ થયું છે જે જોખમી બની શકે છે. બાંટવા ખારાડેમના આઠ દરવાજા ખોલી એક વર્ષ ચાલે તેટલો જથ્થો છોડેલ છે. ઓઝત ડેમના દરવાજા ખોલવાના કારણે આંબલીયા ધેડ સહિતના ગામોમાં બે થી ચાર ફૂટ પાણી ધુસી ગયા અને બેટમાં ફેરવાયા છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નદી, ડેમો, વોકળા ભયજનક સ્થિતિ ઓએ વહી રહયા છે. ઉપરથી કાળો કેળ જેવા વરસાદ થી લોકો ભયભીત થયા છે. શું થશે? ૧૯૮૩ના પુર હોનારત ની યાદ તાજી કરાવી છે. ભાદર કાંઠામા પણ પૂરજેવી સ્થિતિ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.