આજે આપણે જાણીએ દુનિયાના એવા સત્યો કે જે આપણને બાળપણથી ખોટી રીતે ભણાવવામાં આવ્યા હતા.
શું પૃથ્વી ગોળ છે?
– આપણે જ્યારે નાના હતા ત્યારે હંમેશા એક એવો પ્રશ્ન સતાવતો હતો કે શું પૃથ્વી ગોળ છે? ત્યારે સ્કુલ દરમિયાન એવું ભણાવવામાં આવતુ કોલમ્બસના જણાવ્યા અનુસાર પૃથ્વી ગોળ છે. પરંતુ સત્ય હકીકત એ છે કે કોલમ્બસ માત્ર અક સમુદ્રી નાવિક હતો અને આ વાતની પૃષ્ટિ ગ્રીસની ૨૦૦૦ વર્ષ જુની પુસ્તકમાં પૃથ્વી ગોળ હોવાનું વર્ણનમાં જોવા મળે છે.
વાંદરો આપણા પુર્વજો હતા.!!
– જી હા સાંભળીને આશ્ર્ચર્ય થશે પરંતુ તે સત્ય છે. મનુષ્ય અને વાંદરો બંને એક પ્રજાતિના અલગ અલગ જીવો છે પરંતુ વાંદરો અને મનુષ્યને અમુક વસ્તુઓને છોડીને બધી જ સમાનતાઓ જોવા મળે છે.
ચીનની દિવાલ
– આપણને નાનાપણમાં એવું કહેવામાં આવતુ કે ચીનની દિવાલ અંતરિક્ષમાંથી પણ જોઇ શકાય છે. પરંતુ નાસાના જણાવ્યા મુજબ અંતરિક્ષમાં આ દિવાલ જોઇ શકાતી નથી. એ પણ જણાવ્યું છે કે આ ફોટો એડીટીંગ દ્વારા ફેલાવામાં આવ્યો છે.
શું પિરામિડ ગુલામોએ બનાવ્યું હતું.
– આપણને હંમેશા ભણાવવામાં આવતુ કે પિરામિડ ગુલામોએ બનાવ્યું હતું પરંતુ આ વાત ખોટી છે. આ પિરામિડ ગુલામો એ નહી મજદુરોએ બનાવ્યું હતું અને તે માટે તેઓને મોટી રકમ આપવામાં આવી હતી.
શું આઇન્સ્ટાઇન ગણિતમાં ફેલ થયા હતા?
– જાણીને આશ્ર્ચર્ય થશે કે આઇન્સ્ટાઇન ગણિતમાં નાપાસ થયા હતા. પરંતુ આ વાત ખોટી છે. સત્ય તો એ છે કે આઇન્સ્ટાઇન ગણિતમાં નાપાસ થયા જ ન હતા. જે દરમિયાન તેઓ જ્યારે ૧૧મી ધોરણમાં હતા ત્યારે મહાવિદ્યાલયના પુસ્તકો વાંચતા હતા.