જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાબળોએ હિજબુલના પાંચ આતંકીઓને ઠાર કરી દીધા છે. કિલૂરામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શુક્રવારે મોડી રાતે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ વિસ્તારમાં હજુ પણ અમુક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. મોડી રાતથી અહીં ફાયરિંગ ચાલી રહ્યું છે. તેમાં લશ્કરના કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે. આજે સવારે પણ થયેલા ગોળીબારમાં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

સેનાએ એન્કાઉન્ટરમાં મારવામાં આવેલા લશ્કરના કમાન્ડરની લાશનો ગઈ કાલે રાતે કબજો મેળવી લીધો છે. તેની ઓળખ ઉમર મલિક તરીકે કરવામાં આવી છે. તેની પાસેથી એક એકે-47 પણ મળી આવી છે. બીજી બાજુ શ્રીનગરમાંથી હેન્ડ ગ્રેનેડ સાથે બે શંકાસ્પદ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમની સીઆરપીએફ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજીના જવાનોએ પાંઠા ચોકથી ધરપકડ કરીને જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપી દીધા છે.

65266646ડીજીપીએ કહ્યું- ગુડ જોબ બોય્ઝ કહેતા ટ્વિટ કર્યું…

આતંકીઓને ઠાર કર્યા પછી જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યે સેનાના કામના વખાણ કરતું ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘શોપિયાના કિલૂરામાં એન્કાઉન્ટર સ્થળ પર ચાર અન્ય આતંકીઓની લાશ મળી છે. ત્યારપછી હવે કુલ સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. ગુડ જોબ બોય્ઝ, ગુડ ફોર પીસ.’

હકીકતમાં સુરક્ષાબળોને જમ્મુ-કાશ્મીરમાં શોપિયાના કિલૂરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મલી હતી. ત્યારપછી સેનાએ આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાબળ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ ગઈ કાલ રાતથી અત્યાર સુધીમાં 5 આતંકીઓને ઠાર કરી દીધા છે.

images 4

જમ્મુ-કાશ્મીરના સોપોમાં થયેલા એન્કાઉન્ટરમાં શુક્રવારની સવારે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા જ્યારે એક જવાન શહીદ થયા હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે સુરક્ષાબળોને આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા શુક્રવારની સવારે બારામુલા જિલ્લાના રાફિયાબાદના દ્રુસ ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન આતંકીઓએ સેના પર ગોળીબાર શરૂ કર્યો અને ત્યારપછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.

અધિકારીના જણાવ્યા પ્રમાણે આ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવેલા બે આતંકીઓની ઓળખ રિયાઝ અહમદ ડાર અને ખુર્શીદ મલિક તરીકે થઈ છે. ખુર્શીદ મલિકને આતંકી બને 48 કલાક જ થયા હતા અને ત્યાં તેને ઠાર કરી દેવામાં આવ્યો હતો. સેનાના જણાવ્યા પ્રમાણે ઠાર કરવામાં આવેલા આતંકીઓ લશ્કર-એ-તોઈબા સાથે જોડાયેલા હતા. આ એન્કાઉન્ટરમાં સેનાના જવાન સાવર વિજય કુમાર પણ શહીદ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.