ગુજરાતના આર્કિટેક ચંદ્રકોર સોમપુરાએ ૩૦ વર્ષ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ માટે તૈયાર કરેલી રામ મંદિરની ડિઝાઇન મુજબ મંદિર બનાવવાનું કામ પુરજોશમાં ચાલુ: આ ડિઝાઇન મુજબ જ મંદિર બનાવાય તો મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થતાં અઢી વર્ષ લાગશે

સુપ્રીમ કોર્ટનાં ચૂકાદાએ અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટેનો માર્ગ ખુલ્લો કર્યા પછી હવે ત્યાં વહેલામાં વહેલી તકે રામ મંદિરનું નિર્માણ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદનાં તત્કાલીન વડા અશોક સિંઘલ અને ગુજરાતનાં આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા દ્વારા ૯૦નાં દાયકામાં એટલે કે આશરે ૩૦ વર્ષ પહેલા મંદિરની ડીઝાઈન બનાવવામાં આવી હતી. સોમપુરાનો દાવો છે કે જો મંદિર બનાવવા ૨૦૦૦ કારીગરોને કામે લગાડવામાં આવે તો અઢી વર્ષમાં મંદિરનું કામ પુરૂ કરી શકાશે. જો ૨૦૦ કારીગરોને રોજ કામે લગાડવામાં આવે તો મંદિર બનાવવામાં ૫ વર્ષ લાગશે. મંદિર બનાવવા માટે આશરે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ થશે. કારીગરોએ રોજ ૧૦- ૧૦ કલાક કામ કરવું પડશે. મંદિર બનાવવાનું ૫૦ ટકા કામ પુરૂં કરાયું છે. હાલ મંદિરનાં ગુંબજની ડીઝાઈન બનાવવામાં આવી રહી છે. ૧૯૮૪માં મંદિરની શીલાપૂજન વિધિ કરવામાં આવી હતી.

ગુજરાતનાં ચંદ્રકાંત સોમપુરાનો પરિવાર વર્ષોથી મંદિરની ડીઝાઈન કરે છે. તેમના પરિવારે સોમનાથ મંદિરની ડીઝાઈન બનાવી હતી. લંડનનાં સ્વામીનારાયણ મંદિરને ફક્ત ૨ વર્ષમાં પુરૂં કર્યું હતું. રામમંદિરનું મોડેલ નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે. સોમપુરાએ છ મહિનામાં મંદિરની જુદીજુદી છ ડીઝાઈન પર કામ કર્યું હતું. તેમાંથી નાગર શૈલીની ડીઝાઈન પસંદ કરાઈ છે અને તેની રેપ્લિકા અયોધ્યામાં મુકાઈ છે. ભારતમાં નાગર, દ્રવિડ અને બૈસર શૈલીનાં મંદિરો બનાવવામાં આવે છે. જેમાં ઉત્તર ભારતમાં નાગર શૈલી પ્રખ્યાત છે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

વિશ્વ હિન્દુ પરિષદની ડીઝાઈન મુજબ મંદિર બનતા ૫ વર્ષ લાગશે

જો વિશ્વ હિન્દુ પરિષદની ડીઝાઈન મુજબ કામ કરવામાં આવે અને દરરોજ ૨૦૦થી ૨૫૦ કારીગરોને કામે લગાડવામાં આવે તો મંદિર બનતા ઓછામાં ઓછા ૫ વર્ષ લાગશે. હાલ મંદિરનાં ૨૧૨માંથી ૧૦૬ પિલર્સ તૈયાર કરાયા છે આમ ૫૦ ટકા કામ થઈ ગયું છે તેમ મંદિર વર્કશોપનાં સુપરવાઈઝર અનુભાઈ સોમપુરાએ જણાવ્યું હતું. મંદિરનાં પાયાનાં પથ્થરોનું કામ બાકી છે. સ્તંભોને ગોઠવવાનાં છે અને સિમેન્ટિંગ કરવાનું છે. આ ચણતર પછી આખા મંદિરમાં વ્હાઈટ સિમેન્ટનું કામ કરાશે. અડધા સ્તંભ તૈયાર છે. બાકીનાં બનાવવાનાં છે. મંદિરનાં ગર્ભગૃહની દીવાલ બનાવવાની છે અને માર્બલનું ચોકઠું બનાવવાનું છે. શિખરનું કામ પણ બાકી છે.

આધારભુત સુત્રોના જણાવ્યા મુજબ સરકાર સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની રચના તમામ પક્ષકારો  વચ્ચે સંકલનમાં રહીને મંદીર નિર્માણનું કામ જેમ બને તેમ ઝડપથી શરુ કરાવીને ભવ્ય રામ મંદીર નિર્માણના વચનને પુરુ કરવા સંક્રક્રાંતિના અવસરને જ નિમિત બનાવીને ૨૦૨૦ના જાન્યુ  મહિનાથી જ મંદીર નિર્માણનું કામ પુરજોશમાં શરુ કરી દેવામાં આવશે. વધુમાં એમ પણ જણાવાયું હતું કે ૨૦૨૨ માં જયારે ઉત્તર પ્રદેશમાં ચુંટણી  ઓ યોજાય તે પહેલા મંદિરનું કામ મોટાભાગનું પુરુ થઇગયું હશે. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારે મંદીર નિર્માણ આડે તો તમામ અવરોધો દુર કરી દીધા છે. ગૌરક્ષાપીઠના પોતે અઘ્યક્ષ છે ત્યારે મંદીર નિર્માણના કામને વધુ સરળ બનાવવાના અગાઉ જ પગલાં લેવાઇ ચુકયા છે.

રવિવારે વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના નિર્ણય ઉપર તત્વરીત કાર્યવાહી શરુ કરી દેવી જોઇએ અને ચંદ્રકાંત સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવેલા મહામંદીરના નકશાને મંજુર કરી દેવો જોઇએ ૧૯૮૯માં વિશ્વ હિન્દુ પરિષદે આર્કિટેક સોમપુરા પાસે મહા મંદીરનો નકશો તૈયાર કરાવ્યો હતો. અશોક સિંધલે તૈયાર કરાવેલો આ નકશો સમગ્ર દેશમાં જારી કરવામાં આવ્યો હતો. કાર્યવાહક અઘ્યક્ષ આલોકકુમારે કહ્યું હતું કે અમને આશા છે કે વિહિપના નકશાનું મંદીર બનશે વિશ્વ હિન્દુ પરિષદના સુત્રોએ જણાવ્યું હતું કે પથ્થરની ધડામણ અને મંદીરના મોટાભાગના પિલ્લર તૈયાર થઇ ચુકયા છે ત્યારે અર્બન સામગ્રી અને વર્ષોની મહેનત કામ લાગશે અને ઝડપથી મંદિર  નિર્માણનું કામ પુરુ કરવાને સરકારનો સંકલ્પ ઝડપથી સિઘ્ધ થશે. કુમારે જણાવ્યું હતું કે તેઓ આશા રાખે છે કે સુપ્રિમ કોર્ટ જયારે ટ્રસ્ટની રચના કરે ત્યારે સરકાર રામ જન્મભૂમિ ન્યાસના સભ્યોને તેમા સામીલ કરી ન્યાસના સભ્યો મંદીર નિર્માણ ની વર્ષોથી તૈયારી કરી રહ્યા છે. એક વખત ટ્રસ્ટ તૈયાર થયા બાદ ત્રણ જ મહિનામાં મંદીરનું કામ ધમધોકાર શરુ થઇ જશે.

મુખ્યમંત્રીના હોદાની રુએ યોગી આદિત્યનાથ મંદીર નિર્માણ કાર્યની સમીતીમાં સૌથી અગ્રેસર રહેશે અઢી વર્ષમાં મુખ્યમંત્રી યોગી અયોઘ્યાની ૧૮ વાર મુલાકાત લઇ ચુકયા છે અને તાજેતરમાં જ તેમણે દિવાળીના દિવસે મહાદિપોસત્વનું કાર્યક્રમ યોજાયો હતો. સુપ્રિમ કોર્ટના ચુકાદાથી હવે મહામંદીર નિર્માણ આડેના તમામ અવરોધો દુર થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચુકાદાને આવકારતા જણાવ્યું હતું કે ૪૯૨ વર્ષ જુનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો એ ભારતના લોકતંત્રની ખરી તાકાત છે. યોગી આદિત્યનાથે તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે રાજકીય લાભ ખાટવા કેટલાંક તત્વોએ અયોઘ્યાનો મુદ્દો અતિ સંવેદનશીલ બનાવી દીધો હતો. તેમ છતાં આ મુદ્દો શ્રઘ્ધાનો વિષય બની રહ્યો હતો. દરેક ભારતીય કે જે પરમેશ્ર્વરની શકિતમાં શ્રઘ્ધા ધરાવે છે તેમ આ ચુકાદો સત્યના વિજય જેવા લાગ્યો છે.

ઉત્તરપ્રદેશ સુન્ની કેન્દ્રીય વકફ બોર્ડે જણાવ્યું હતું કે બોર્ડની બેઠક મળશે તેમાં નકકી થશે કે કોર્ટના હુકમ મુજબ મળનારી મસ્જીદ માટે મળનારી પ એકર જમીન કયાં અને કેવી રીતે લેવી ન લેવી તેનો નિર્ણય આગામી બેઠકમાં લેવાશે.

કેન્દ્રીય સુન્ની વકફ બોર્ડના જફરફારુકીએ જણાવ્યું હતું કે બોર્ડની સામાન્ય સભામાં જમીન લેવી કે કે કેમ કે લેવી તો કયાં લેવી તેનો નિર્ણય થશે. વકફ બોર્ડે બન્ને મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે સરકાર તરફથી પાંચ એકર જમીન મળવાની છે તેકયાં લેવી કે ન લેવી તેની ચર્ચા થશે. આ મીટીંગ અંગે બોર્ડે ર૭ નવે.ની તારીખ ફીકસ કરી છેલ્લા પહેલા પણ આ બેઠક મળવાની સંભાવના છે.

અયોઘ્યાની જમીનના ચુકાદા બાદ ઉભી થયેલ પરિસ્થિતિ અંગે અમે ઘણી બધી સુચનાઓ અને સલાહઓ મળી છે પરંતુ આ અંગેના અંતિમ નિર્ણય આગામી બેઠકમાં લેવાશે બોર્ડના સભ્યોએ જણાવ્યું હતું કે રામજન્મ ભુમિ બાબરી મસ્જીદ અંગેના ચુકાદો અમારા માટે આવકારદાયી બનયો છે.  શનિવારે જફરે જણાવ્યું હતું કે બોર્ડ  એપેક્ષ કોર્ટના ચુકાદા સામે કોઇ અપીલ નહી કરે હવે આગામી બેઠકમાં બોર્ડએ વાતના નિર્ણય અંગે સર્વ સહમતિ મેળવશે કે અયોઘ્યાની વિવાદિત જમીનનો ૨.૭૭ એકરનો કબ્જો રામ મંદીર નિર્માણ ટ્રસ્ટને સોંપવાના ચુકાદા બાદ સુન્ની વફર બોર્ડના પક્ષકાર તરીકે માન્ય રાખીને અયોઘ્યામાં જ બન્યું જગ્યાએ ૨.૭૭ એકરની વિવાદિત ભુમી પરના અધિકારને બદલે અન્ય જગ્યાએ મસ્જીદ નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો જે પ્રસ્તાવ કર્યો છે તેના ઉપર સુન્ની વકફ બોર્ડની મહત્વની બેઠક ટુંક સમયમાં જ મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.