ટેકસની હાર્ડ રીકવરી અંતર્ગત બપોર સુધીમાં ૨૮ લાખની આવક: આવતા સપ્તાહે બાકીદારોની મિલકતોની હરાજી
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાકીદારની ૫ મિલકત સીલ કરવામાં આવી હતી. જયારે ૪૧ બાકીદારોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. હાર્ડ રીકવરી અંતર્ગત આજે બપોર સુધીમાં ૪૮ લાખની વસુલાત થવા પામી છે.
આવતા સપ્તાહથી બાકીદારોની મિલકતની જાહેર હરાજીની પ્રક્રિયા શ‚ કરવામાં આવશે. સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે કડીયા નવલાઈન, રામકૃષ્ણનગર, લોધાવાડ ચોક અને વૈદવાડી વિસ્તારમાં પાંચ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે ૧૪ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.
બપોર સુધીમાં ૬.૬૪ લાખની વસુલાત થવા પામી છે. ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૪માં લાતી પ્લોટ, નવાગામ વિસ્તાર, વોર્ડ નં.૫માં ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડનગર, ન્યુ શકિત સોસાયટી, વોર્ડ નં.૬માં દિનદયાલ ઈન્ડસ્ટ્રીઝ, પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ, વોર્ડ નં.૧૫માં સંસ્કાર ઈન્ડસ્ટ્રીઝ, મધુરમ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તાર, વોર્ડ નં.૧૬માં પરસાણા સોસાયટી, જંગલેશ્વર વિસ્તાર અને વોર્ડ નં.૧૮માં પરસાણા, નહે‚નગર, એટલાસ અને આરતી ઈન્ડસ્ટ્રીઝમાં ૨૭ બાકીદારોને મિલકત ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી. ૧૦.૨૪ લાખની વસુલાત થવા પામી છે. વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરી અંતર્ગત બપોર સુધીમાં ૯.૪૦ લાખની વસુલાત થવા પામી છે.