ભારતીય ક્રિકેટર્સમાં રોબિન ઉથપ્પાની બેઝ પ્રાઈઝ સૌથી વધુ ૧.૫ કરોડ, ઉનડકટ ૧ કરોડના લિસ્ટમાં શામેલ
આઈપીએલ ૨૦૨૦ માટે ખેલાડીઓની હરાજી ૧૯ ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે. હરાજી માટે ૯૭૧ ખેલાડીઓએ પોતાને રજીસ્ટર કરાવ્યા હતા અને તેમાંથી ૩૩૨ ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ૨ કરોડની બેઝ પ્રાઈઝમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિચેલ માર્શ, દક્ષિણ આફીકાના ક્રિસ મોરિસ અને ડેલ સ્ટેન અને શ્રીલંકાના એન્જલો મેથ્યુઝે શોર્ટલિસ્ટ થયા છે. આ બેઝ પ્રાઈઝમાં કોઈ ભારતીય નથી. રોબિન ઉથપ્પા ભારતનો ટોપ બેઝ પ્રાઈઝ ખેલાડી છે. તેની પ્રાઈઝ ૧.૫ કરોડ છે.
ખેલાડીઓની પૂરી લિસ્ટ ગુરુવારે સાંજ સુધીમાં ઈંઙકનીવેબસાઈટ પર રજૂ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કરેલા ખેલાડીઓમાં ૨૪ અનકેપ્ડ ખેલાડી છે. તેમના નામ ફ્રેન્ચાઈઝ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે પોતાની બેઝ પ્રાઈઝ ૧ કરોડ રાખી છે. ગઈ સીઝનમાં રાજસ્થાન રોયલ્સે તેને ૮.૪ કરોડમાં ખરીદ્યો હતો.
હરાજીમાં બધાની નજર રોબિન ઉથપ્પા પર હશે. ૨૦૦૭નોઝ-૨૦ વર્લ્ડ કપ જીતનાર ટીમનો સદસ્ય ઉથપ્પા છેલ્લા કેટલાક વર્ષોથી કોલકાતા માટે રમી રહ્યો છે. આ વર્ષે ફ્રેન્ચાઈઝે તેને રિલીઝ કર્યો છે. ઉથપ્પાને ગયા વર્ષે પણ હરાજી પહેલા રિલીઝ કરાયો હતો અને પછી રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદવામાં આવ્યો હતો.સૌથી પહેલા બેટ્સમેનની હરાજી થશે. તે પછી ઓલરાઉન્ડર, વિકેટકીપર-બેટ્સમેન, ફાસ્ટ બોલર્સ અને પછી સ્પિનર્સની હરાજી થશે. તે પછી કેપ્ડ અને અંતમાં અનકેપ્ડ ખેલાડીઓની હરાજી થશે. કુલ ૭૩ ખેલાડીઓની જગ્યા ખાલી છે. તેમાંથી ૨૯ વિદેશી ખેલાડીઓ હશે.