ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે ચોટીલામાં આજ રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના ચોટીલાના પિયાવા ગામ નજીકની છે જ્યાં ટેમ્પોએ બે બાઇકને અડફેટે લેતાં ૫ વ્યક્તિને ઈજા થઈ હતી.

કાળાસર ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. ટેમ્પોએ બે બાઈકને ટક્કર મારતા બે બાળકો સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જેમાં બે બાળકોની હાલત ગંભીર છે.

બે બાઇકોને અડફેટે લેનાર ટેમ્પોચાલકે દારૂ પીધો હોવાનો પણ ઇજાગ્રસ્તોનો આક્ષેપ છે. તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. ચોટીલા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.