લેબ ટેકિનશિયન બહાર ગામથી આવતા હોવાના કારણે દર્દીઓની હાલાકી
પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ એ-ગ્રેડનો દરજજો મેળવેલ છે છતાં દિન પ્રતિદિન દર્દીઓની ફરીયાદોમાં વધારો થતો જાય છે.
માનસિંહજી હોસ્પિટલમાં લેબોરેટરીમાં લેબટેકનીશીયન બહાર ગામથી આવતો હોય જે હરહંમેશ સવારે મોડા આવતા હોવાનું દર્દીઓ કહી રહ્યા છે.
અન્ય બે બહેનો કોન્ટ્રાકટ બેઇઝ હોય જેથી તેઓ અભ્યાસ પણ સીમીત હોય અને અમુક ટેસ્ટ તેઓ કરી રહ્યા છે પરંતુ ચોકકસ ટેસ્ટ માટે લેબ ટેકનીસીયનની જરુર પડે છે. ડોકટરોની ઓપીડી સવારે ૯ કલાકે શરુ થાય જયારે લેબોરેટરી વિભાગવાળા ૧૦ કલાક બાદ જ ટેસ્ટ રીપોર્ટટ શરુ કરતા દર્દીઓની લાઇનો હોસ્પિટલમાં જોવા મળે છે. અને ના છુટકે દર્દીઓને બહાર જવા મજબુર પડે છે હોસ્પિટલમાં બાયોમેટ્રીક મશીન હોવા છતાં હોસ્પિટલ સ્ટાફ મોડો આવતો હોય તો શા માટે ઉચ્ચ અધિકારીઓ તેઓની લીલીયાવાડી ચલાવી રહ્યા છે ? શું દર્દીઓની વેદના સાંભળવા કોઇ તૈયાર નથી? રોગી કલ્યાણ સમિતિ પણ શા માટે દર્દીઓની વેદના સાંભળતી નથી.