બીસીજી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૩ હજાર લોકોનાં લેવાયા પ્રતિભાવ
ર૧મી સદીના વિશ્ર્વમાં દરેક કંપનીઓને બીજા શબ્દો માં કહીએ તો સમગ્ર વિશ્ર્વના વ્યવસાયકારો, ઉઘોગપતિઓ અને મલ્ટીનેશનલ કંપનીઓની નજર વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની વિશાળ જનસંખ્યાની રોજીંદી જરુરીયાતથી ઉભી થયેલી રીટેલ માર્કેટ ઉપર મંડાય છે. ભારતીય જે બ્રાન્ડની ખરીદીનું મને બનાવી લે અને રોજીંદગી ખરીદીમાં જે વસ્તુ અને બ્રાન્ડને સામેલ કરે તેના ભર્યા વહાણ લાભના દરીયામાં તરી જાય. અલબત એક સર્વેમાં ભારતમાં પૂર્વતી રહેલી રાષ્ટ્રવાદની ભાવના અને રાજદ્વારી રીતે થઇ રહેલા ‘સ્વદેશી’ના પ્રચારના માહોલમાં ભારતમાં પ૦ ટકાથી વધુ ગ્રાહકો વિદેશી કંપનીઓના માલ ખરીદવાને બદલે ‘સ્વદેશી’ ચીજવસ્તુઓને પ્રાધાન્યતા આપતું થયું છે.
અમેરિકામાં મુખ્યાલય ધરાવતી એક સર્વે એજન્સીએ હાથ ધરેલા સર્વેમાં સ્પષ્ટ થયું છે કે પ૦ ટકા થીવધુ ભારતીય ગ્રાહકો ભારતમાં જ બનતા ધરેલું સ્વદેશી બ્રાન્ડની ખરીદીનો આગ્રહ રાખતા થયા છે.
સ્વદેશીનો આ આગ્રહ ખાસ કરીને ખાનપાન વ્યકિતગત સારસંભાળની વસ્તુઓમાં સવિશેષ રાખવામાં આવે છે. બીસીજી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૩૦૦૦ ભારતીયોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેમાં પ૦ ટકા થી વધુ ગ્રાહકોએ ખરીદીના અભિગમમાં સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખ્યો હતો. આ સર્વેમાં રાજદ્વારી રીતે કરવામાં આવતા સ્વદેશી રાષ્ટ્રવાદના પ્રચાર અને વિવિધ માઘ્યમો દ્વારા દેશી વસ્તુઓ ખરીદવાની કરવામાં આવતી અપીલનો ખુબ જ મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ સર્વેમાં જણાવાયું છે કે ભારતીય ગ્રાહકો સામાન્ય પણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો સ્વયંભુ આગ્રહ રાખે છે.
આ પરિસ્થિતિ પાછળ વિદેશીમાં પ્રવાસ કરતા ભારતીયોને પરિવાર અને મિત્રો દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રોડકટને પાછા લાવવાનો આગ્રહ કરવાની સ્થિતિથી અભિયાનની અસરકારકતા દેખાઇ રહી છે વ્યકિત રીતે રાખવામાં આવતાં આગ્રહ અને અનુભવને આધારે ત્રીજા ભાગના ગ્રાહકો સ્વદેશી વસ્તુઓ તરફ વળતા દેખાઇ રહ્યા છે. ભારતીય ધરેલું ઉત્પાદનમાં વ્યાજબી દામ અને ગુણવતાના સુધારાથી આ પરિસ્થિતિ ઉભી થઇ છે. સ્વદેશીપણાના અભિગમથી ઉભી થયેલ રાષ્ટ્ર ભાવના દેશના મંદી પડી રહેલા વિકાસને એક નિશ્ચિત શકિત પ્રદાન કરી રહે ગ્રાહકોની સ્વદેશીપણાની ભાવના રાષ્ટ્રવાદના સિઘ્ધાંતો સાથે સિંધી જ જોડાયેલી રહેતી હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદેશવાદ અને જયાં રહેતા હોય તે જગ્યાની જ વસ્તુ ખરીદવાનો ગ્રાહકો આગ્રહ રાખતા હોવાનું જાણવા મળ્યું છે. આ સર્વે એવા સમયે આવ્યો છે જયારે અર્થતંત્રમાં ભારે મંદી ચાલી રહી છે અને કન્જ્યુમર બજારમાં આંતરરાષ્ટ્રીય મલ્ટીનેશનલ કંપનીઓને બજારમાં ટકી રહેવા માટે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. આ સર્વેમાં આગકનું સ્તર અને ગ્રાહકોની આર્થિક ક્ષમતા પણ ગ્રાહકોના વલણ પર ખુબ જ અસર કરતું હોવાનું કહેવામાં આવ્યું છે. સ્વદેશીની સામાજીક જાગૃતિ આ ચાવીરુપ ફેરફારમાં ભારે મહત્વ ધરાવે છે.ભારતીય નાગરીકો સોશ્યલ નેટવર્ક પોસ્ટીંગ પર કરવામાં આવતાં પ્રચારથી પ્રભાવિત થવાની પોતાની લાગણીને જરાપણ છુપાવતા નથી ભારતીય ગ્રાહકોમાં ઉભી થયેલી સ્વદેશી વસ્તુઓની ખરીદીનો આગ્રહ હવે વ્યાપક બન્યો છે. બીસીજીના ભાગીદાર કાણકા સાંધીએ જણાવ્યું હતું કે ભારતીયોનું આ વલણ આંતરરાષ્ટ્રીય સર્વેમાં જોવા મળ્યું છે.ભારતમાં આઝાદીકાળથી સમયાંતરે સ્વદેરી પણાનું આગ્રહ કયાંકને કયાંક ચાતલુ રહે છે. ગાંધીજી, વિનોબાભાવે, ઠકકર બાપાથી લઇ લાલબહાદુર શાસ્ત્રી, ડો. શ્યામપ્રસાદ મુર્ખજી, સરદાર પટેલ, અબ્દુક ગફારખાન, જેવા મહાનુભાવોના સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશનું આગ્રહ સોશ્યલ મીડીયાની આ વ્યાપકતાના દોરમાં ઘેર ઘેર પહોંચી ચુકયો છે. વળી ભારતની કંપનીઓ પણ આંતરરાષ્ટ્રીય મલ્ટીનેશનલ કંપનીઓ જેવી અને તેનાથી પણ વધુ સારી પ્રોડકટ બનાવતી થઇ છે. ભારતીયોનો આ આગ્રહ પ્રબળ રાષ્ટ્રવાદનું પ્રતિક બની રહ્યું છે.