અધ્ધવચ્ચે રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ આગામી ૧૭મી સપ્ટેમ્બરથી યુ.એ.ઇ.માં રમનારી છે તેની સતાવાર જાહેરાત બીસીસીઆઈના વાઇસ ચેરમેન રાજીવ શુકલાએ કરી દીધી છે. સાથોસાથ વધારાની જાહેરાત પણ કરવામાં આવી છે કે, આગામી વર્લ્ડકપ ટી-૨૦ માં કેટલી રમશો તે અંગે પણ માહિતી મળી રહી છે.
ન્યુ જીનીયા, નેધરલેન્ડ, નામીબિયા, સ્કોટલેન્ડ અને ઓમાનની ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં ભાગ લે તેવી પ્રબળ શકયતા
મળતી માહિતી મુજબ વર્લ્ડકપ ટી-૨૦માં કુલ ૧૬ ટીમો ભાગ લેનારી છે. જેમાં ટેસ્ટ મેચ રમનારી ૧૧ ટીમો અને તે સિવાયની વધારાની પાંચ ટીમોનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
નવી પાંચ ટીમોમાં ન્યુ જીનીયા, નેધરલેન્ડ, નામીબિયા, સ્કોટલેન્ડ અને ઓમાનની ક્રિકેટ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ટીમો વચ્ચે પ્રથમ ઓમાન ખાતે મેચો રમવામાં આવે તેવી શકયતા છે પરંતુ હાલ સુધી આ બાબતે આઇસીસી દ્વારા કોઈ સતાવાર જાહેરાત કરાઈ નથી. હાલ આઇસીસી આ મુદ્દે વિચારણા કરી રહી છે.