વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી
જન્માષ્ટમીના પાવન પ્રસંગની જયારે સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી સાકાર થઇ રહી હતી એ દરમ્યાન ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમ્યાન અતિવૃષ્ટિથી મુખ્ય શહેરોના મોટાભાગના વિસ્તારો અતિશય પાણીથી ગરકાવ થયા હતા અને સામાન્ય જન જીવન ખોરવાયું છે. વડોદરા સહીત ગુજરાતના ઘણા મુખ્ય શહેરોમાં અતિવૃષ્ટિની પરિસ્થિતિની જાણ થતાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીએ VYO સંસ્થાની ગુજરાતની તમામ શાખાઓના હજારો કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓને પ્રભાવિત તમામ વિસ્તારોમાં ત્વરિત ફૂડ પેકેટ સહીતની વ્યવસ્થા કરવા આહ્વાન કર્યું હતું.
પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે આપદાના સમયમાં આપણે સૌએ એકજુટ થઈને પ્રભાવિત તમામ વિસ્તારોમાં જરૂરિયાત ધરાવતા નાગરિકોની સેવામાં તતપર બનવું જોઈએ. ધર્મ સેવા સાથે માનવ સેવાનો અભિગમ સૌ નાગરિકોએ રાખવો જોઈએ. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને VYO ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં 5 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ હાથ ધરાશે. પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે વ્રજધામ સંકુલમાં ગત બે દિવસથી હજારોની સંખ્યામાં ફૂડ પેકેટની તૈયારીઓ કાર્યરત કરીને શહેરના પ્રભાવિત ઘણા વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. આ સાથે જ સમગ્ર ગુજરાતની તમામ VYO શાખાઓના માધ્યમથી પ્રભાવિત વિસ્તારોમાં પણ ફૂડ પેકેટનું વિતરણ હાથ ધરાઈ રહ્યું છે. આવનાર 3 થી 7 દિવસ દરમ્યાન જયારે હજુ અતિવૃષ્ટિની સંભાવનાઓ વર્તાઈ રહી હોય એવા સમયે ફૂડ પેકેટ વિતરણ સહીત જરૂરી તમામ સેવાઓ VYOની તમામ શાખાઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેશે.