મરચા ઉતારવાની જગ્યા નહિ રહેતા આવક પર પ્રતિબંધ: ભાવ ઉંચા રહેતા ખેડૂતો ખુશખુશાલ

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં માર્ચ એન્ડિંગમાં ગોંડલીયા મરચાની બમ્પર આવક થઇ છે. આથી યાર્ડ સત્તાધિશો દ્વારા આવક બંધ કરવાની ફરજ પડી છે. યાર્ડની બહાર મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગેલી છે. ખેડૂતો ગત રાતથી જ મરચા અને વિવિધ જણસો વેચવા માટે યાર્ડમાં આવી ગયા છે. હાલ નેશનલ હાઇવે પર મરચા ભરેલા ટ્રકની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે.

IMG 20210330 WA0046

ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની આવક વધી જતા મરચા ઉતારવાની પણ જગ્યા રહી નથી. આજે યાર્ડમાં 50 હજાર ભારી મરચાની આવક થઇ છે. આજે પણ યાર્ડ બહાર મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગી છે. પરંતુ યાર્ડ સત્તાધિશો દ્વારા જગ્યા ન રહેતા આવક બંધ કરી છે.

IMG 20210330 WA0048

માર્કેટ યાર્ડના ચેરમેને મરચા સુકવીને લાવવા અપીલ કરી ગોંડલ વિસ્તારમાં ખેડુતોએ કાશ્મીરી મરચાનું વાવેતર કરેલ છે. જે અંદાજે બે મહીના પછી બજારમાં આવશે. જેનો ભાવ અંદાજે રૂ. 5000 ઉપર નીકળે તેવી શકયતા છે. આ વર્ષે સતત વરસાદને કારણે મરચાના પાકને ખુબજ નુકસાન થયેલ હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થશે. જેથી ભાવ ગત વર્ષ કરતા ઉંચા ભાવ રહેવાની ધારણા રહેલ છે. ચેરમેન ગોપાલભાઇ શીંગાળા તથા વાઈસ ચેરમેન કનકસિહ જાડેજાએ ખેડુતભાઇઓને મરચા સુકવીને લાવવા અપીલ કરેલ છે. જેથી કરીને પુરતા ભાવ ખેડુતોને મળી રહે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.