- રાજસ્થાનમાં મંદિરે દર્શન કરી પરત ફરતી કારને બસે ફંગોળી
- કારમાં સવાર વડોદરાના એક જ પરિવારના 5 સભ્યોના મો*ત
- બસમાં સવાર અંદાજીત 15 લોકો ઈજાગ્રસ્ત
રાજસ્થાન: કરૌલી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મો*ત થયા હતા. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ આ અકસ્માત જિલ્લાના કુડગાંવ-સલેમપુર રોડ પર થયો હતો. મંદિરે દર્શન કરીને ગંગાપુર પરત ફરતી શ્રદ્ધાળુઓની કાર ખાનગી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મો*તને ભેટેલા મૃ*તકો મધ્યપ્રદેશ અને ગુજરાતના રહેવાસી હતા.
આ ઘટનામાં ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મૃ*તકોના મૃ*તદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. તેમજ જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતુ કે, એક કાર કરૌલીથી ગંગાપુર શહેર તરફ જઈ રહી હતી. તે જ સમયે એક ખાનગી બસ ગંગાપુરથી કરૌલી તરફ આવી રહી હતી.
ત્યારે કુરગાંવ અને સલેમપુર રોડ વચ્ચે કાર અને ખાનગી બસ વચ્ચે સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના મો*ત થયા હતા. જેમાં ત્રણ મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમની સારવાર ચાલી રહી છે. આ ભયાનક માર્ગ અકસ્માતમાં મૃ*તકોની ઓળખ તેમના આધાર કાર્ડ દ્વારા કરવામાં આવી છે. તેમજ અકસ્માતમાં ચારેય મૃ*તકો એક જ પરિવારના હતા, જેમાં પતિ, પત્ની, પુત્ર અને પુત્રીનોસમાવેશ થાય છે. તેમજ તેઓ ઈન્દોરના રહેવાસી હતા. આ સિવાય અન્ય એક મૃ*તક વડોદરાની રહેવાસી હતી. અકસ્માત બાદ SP ઘટનાસ્થળે પહોંચ્યા અને વધુ તપાસ હાથ ધરી છે.