કોમન મીનીમમ એજન્ડાની દરખાસ્તોમાં ખેડૂતના દેવા માફી, રૂ.૧૦માં ભોજન અને રૂ.૧માં સારવારની વાત સમાવી લેવાઈ

મહારાષ્ટ્રમાં સ્થાનિકો માટે ૮૦ ટકા નોકરીઓ અનામત રાખવાનો નિર્ણય શિવસેના-એનસીપી-કોંગ્રેસના ગઠબંધન દ્વારા લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગર્વમેન્ટ દ્વારા દેવા માફીની જાહેરાત પણ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

તાજેતરમાં એનસીપીના નેતા જયંત પાટીલ અને નવાબ મલીક તથા શિવસેનાના નેતા એકનાસિંદે દ્વારા કોમન મીનીમમ એજન્ડા હેઠળની દરખાસ્તની જાહેરાત કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારની શપથવિધિ બાદ જાહેરાત થઈ હતી. રાજ્યમાં તમામ ખેડૂતોના દેવા માફી થશે. આ ઉપરાંત રાજ્યોમાં માત્ર ૧ રૂપિયામાં સારવાર આપતા કલીનીક ઉભા કરવામાં આવશે. પાયાની સવલતો લોકો સુધી પહોંચાડવાનો નિર્ધાર તંત્ર દ્વારા વ્યકત કરવામાં આવ્યો હતો.

7537d2f3 4

કોમન મીનીમમ એજન્ડા હેઠળની દરખાસ્તમાં શિવસેનાની રૂ.૧૦માં ભોજન આપવાની જાહેરાતનો ઉલ્લેખ પણ છે. શિવસેના દ્વારા વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચારમાં રૂ.૧૦માં ભોજન આપવાની વાત કહેવાઈ હતી. જેની અમલવારી થાય તેવી શકયતા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ૮૦ ટકા નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખવાની ચર્ચા પણ ત્રણેય પક્ષો વચ્ચે થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.