કોડીનારમાં ૪॥ માંગરોળ અને જામનગરમાં ૪ ઈંચ, કેશોદમાં ૩॥ માળીયા, કાલાવડ, તાલાલામાં ૩ ઈંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં આજે સવારથી સર્વત્ર મેઘરાજાએ વિરામ લીધો હોવાના અહેવાલો મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૪૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. જુનાગઢ અને ગીર સોમનાથ પર મેઘરાજાએ આ વર્ષે કહેર વરસાવી છે. જુનાગઢના મેંદરડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અનરાધાર સાડા પાંચ ઈંચ જયારે ગીર-સોમનાથના વેરાવળમાં ૫ ઈંચ અને કોડીનારમાં સાડા ચાર ઈંચ વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આજે સવારથી મેઘવિરામ બાદ રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વરસાદના પાણી ઓસરતાની સાથે જ મેઘરાજાએ સર્જેલી પારાવાર તારાજીમાં થયેલી નુકસાનીનો આંક મેળવવા માટે પણ સર્વે શરૂ કરી દેવામાં આવ્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૧ જિલ્લાના ૧૪૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના મેંદરડામાં ૧૩૩ મીમી પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રના તમામ ૧૧ જિલ્લાઓમાં બુધવારે હળવા ઝાપટાથી લઈ સાડા પાંચ ઈંચ સુધી વરસાદ પડયો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૪૬ મીમી, ગોંડલમાં ૧૪ મીમી, જામકંડોરણામાં ૩૩ મીમી, જેતપુરમાં ૯ મીમી, કોટડાસાંગાણીમાં ૫ મીમી, લોધીકામાં ૩૨ મીમી, પડધરીમાં ૮ મીમી, રાજકોટ શહેરમાં ૧૭ મીમી, ઉપલેટામાં ૧૮ મીમી વરસાદ વરસ્યો છે. જયારે જામનગર જિલ્લાના ધ્રોલમાં ૧૫ મીમી, જામજોધપુરમાં ૫૬ મીમી, જામનગરમાં ૯૬ મીમી, જોડીયામાં ૧૮ મીમી, કાલાવડમાં ૬૯ મીમી અને લાલપુરમાં ૫૮ મીમી વરસાદ પડયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ૨૩ મીમી, દ્વારકા શહેરમાં ૨૭ મીમી, ખંભાળિયામાં ૧૭ મીમી, પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૮ મીમી, પોરબંદર શહેરમાં ૩૧ મીમી, રાણાવાવમાં ૬ મીમી, જુનાગઢ જિલ્લાના કેશોદમાં ૮૪ મીમી, માળીયા હાટીનામાં ૭૪ મીમી, માણાવદરમાં ૧૫ મીમી, માંગરોળમાં ૧૦૫ મીમી, મેંદરડામાં ૧૩૩ મીમી, વંથલીમાં ૧૭ મીમી, વિસાવદરમાં ૧૫૯ મીમી વરસાદ પડયો છે.
ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૫૨ મીમી, કોડીનારમાં ૧૧૦ મીમી, સુત્રાપાડામાં ૫૭ મીમી, તાલાલામાં ૬૮ મીમી, ઉનામાં ૬૨ મીમી, વેરાવળમાં ૧૧૫ મીમી, અમરેલી જિલ્લાના ધારીમાં ૨૧ મીમી, જાફરાબાદમાં ૫૦ મીમી, ખાંભામાં ૩૯ મીમી, લાઠીમાં ૧૫ મીમી, રાજુલામાં ૪૩ મીમી, સાવરકુંડલામાં ૮ મીમી, વડીયામાં ૯ મીમી, ભાવનગર જિલ્લાના જેસરમાં ૨૧ મીમી, મહુવામાં ૨૦ મીમી, સિંહોરમાં ૪ મીમી, તળાજામાં ૧૯ મીમી, ઉમરારામાં ૧૫ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. જયારે બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા પડયા હતા.
કપાસના વાવેતરમાં ત્રણ ગણો વધારો મગફળીનું વાવેતર પણ દોઢુ થયું
રાજયમાં ગત અઠવાડિયે છ લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર: કપાસનું કુલ વાવેતર ૧૭.૨૩ લાખ હેકટર થયું
ચાલુ વર્ષે રાજયમાં વરસાદમાં વિલંબ યો હોવા છતાં કપાસ અને મગફળીના વાવેતરમાં તોતીંગ વધારો થયો છે. છેલ્લા અઠવાડિયાી સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોએ છ લાખ હેકટરમાં વાવણીકાર્ય પૂર્ણ કરી લીધુ છે અને કુલ મળી રાજયમાં ૧૭.૨૩ લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે જે ગત વર્ષની તુલનાએ ત્રણ ગણુ વધારે છે. આ ઉપરાંત મગફળીનો વાવેતર વિસ્તાર પણ વધ્યો છે અને ખેડૂતોએ ગત વર્ષની તુલનાએ દોઢ ગણો વાવેતર વિસ્તાર વધાર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજયમાં ચાલુ વર્ષે વરસાદ વિલંબી આવ્યો છે જો કે વરસાદ વિલંબીત હોવા છતાં ખેડૂતો દ્વારા પ્રચુર માત્રામાં આગોતરૂ વાવેતર કરી લેવાયું હતું અને ગત અઠવાડિયાી દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શરૂ થયેલી શ્રીકાર વરસાદ બાદ બાકી રહેતા ખેડૂતોએ પણ વાવણીકાર્ય સંપન્ન કર્યું છે અને ગત એક જ અઠવાડિયામાં છ લાખ હેકટર જગ્યામાં કપાસનું વાવેતર થયું હોવાનું રાજય સરકારના સત્તાવાર આંકડામાં બહાર આવ્યું છે.
વધુમાં સરકારના ખેતીવાડી વિભાગના આંકડાઓ જણાવી રહ્યાં છે કે, ઓણસાલ રાજયમાં કુલ ૧૭.૨૩ લાખ હેકટર જમીન પર કપાસનું વાવેતર થયું છે. ઉપરાંત ૮.૭૭ લાખ હેકટર જમીનમાં મગફળીનું વાવેતર પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે વાવેતર મોડુ થયું છે આમ છતાં વાવણી વિસ્તાર વધ્યો હોય ખેડૂતોને સારી ઉપજ મળવાની આશા છે.
દરમિયાન દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદને કારણે અનેક ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હોય રાજય સરકાર દ્વારા આ બાબતની ગંભીરતાથી લઈ સર્વેની કામગીરી પણ ચાલુ કરાવી દેવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.