ઉકાઈમાં બે, નવસારી, વલસાડ અને ભચાઉમાં એક-એક આંચકો નોંધાયો
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા ઘણા સમયથી ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૫ ભુકંપનાં આંચકા અનુભવાયા હતા જેમાં ઉકાઈમાં બે, નવસારી, વલસાડ અને ભચાઉમાં એક-એક આંચકો નોંધાયો હતો જોકે સૌરાષ્ટ્રમાં કોઈ આંચકો નોંધાયો નથી ત્યારે વારંવાર આવતા ભુકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર કાલે સવારે ૧૧:૧૨ કલાકે નવસારી ૩૯ કિલોમીટર દુર ૧.૭ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ બપોરે ૩:૪૦ કલાકે ઉકાઈથી ૩૮ કિલોમીટર દુર ૨.૦ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો. બપોર બાદ ૪:૧૩ કલાકે વલસાડથી ૫૦ કિલોમીટર દુર ૧.૭ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો ઈસ્ટ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ રાત્રીના ૯:૫૮ વાગ્યે ઉકાઈથી ૩૦ કિલોમીટર દુર ૧.૮ રીકટલસ્કેલનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ ૧૦:૨૩ કલાકે ઉકાઈથી ૩૧ કિલોમીટર દુર ૧.૬ રીકટલસ્કેલનો ભુકંપનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારે આજે વહેલી સવારે કચ્છના ભચાઉથી ૧૨ કિલોમીટર ૨.૩ રીકટલસ્કેલનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. વારંવાર આવતા ભુકંપના આંચકાનું કારણ વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ વધુ વરસાદ પડયો હોવાનું છે જો કે આ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવવાની જરૂર નથી.