ચંબા જિલ્લામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ: ભૂકંપના આંચકામાં કોઈ જ નુકશાની નહીં
હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચંબા જિલ્લામાં પાંચ ભૂકંપના આંચકા આવ્યા છે. ભારત હવામાન વિભાગ (આઈએમડી)એ ગઈકાલે આ અંગેની માહિતી આપી હતી. આઈએમડીના ડાયરેકટર મનમોહનસિંહ મીડિયા સોની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, પ્રમ ભૂકંપ રવિવારે જિલ્લાની સરહદો પર નોંધાયો હતો. જ્યારે બીજો તે જ દિવસે મધરાતની આસપાસ નોંધાયો હતો. સોમવારે બપોરે એક કલાક કરતા પણ ઓછા સમયમાં ૫, ૩.૮ અને ૨.૫ની તીવ્રતાના ત્રણ ભૂકંપ નોંધાયા છે. આ મોટાભાગના ભૂકંપનું કેન્દ્ર ચંદા જિલ્લાના વિસ્તારમાં છે જે જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે આવેલું છે. ચંબા જિલ્લો સિસ્મિક ઝોનના ઝોન હેઠળ આવે છે. જો કે, આ ભૂકંપના આંચકા બાદ હિમાચલપ્રદેશમાં કોઈ નુકસાનીના અહેવાલો પ્રાપ્ત થયા નથી.