કન્યાદાન એટલે મહાદાન

78 જેટલી ગૃહ ઉપયોગી વસ્તુઓ દીકરીઓને અપાઈ

સમુહ લગ્નના મુખ્ય મહેમાન તરીકે ધનસુખ ભંડેરી, યોગેશ પુજારા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા

અબતક,રાજકોટ

જય જલારામ મિત્ર મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સર્વ સમાજની પાંચ દીકરીઓને  શુભકામનાઓ સાથે આશિર્વચન આપી વળાવી હતી.  ત્યારે સંસ્થાના પ્રમુખ અજયભાઈ વડેરા તથા ઉ.પ્રમુખ તુષારભાઇ પતીરા એ જણાવેલ હતું કે આ સમુહલગ્નમાં સર્વ સમાજ ની પાંચ દીકરીઓને પરણાવી કુલ 78 જેટલી ગૃહ ઉપયોગી વસ્તુઓ ને કરિયાવર તરીકે આપેલ છે. સાથે જમણવાર નું પણ અનેરું આયોજન કરવામાં આવ્યું હતું.

સમૂહલગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ધનસુખભાઈ ભંડેરી, યોગેશભાઈ પૂજારા, ગોવિંદભાઈ પટેલ, ડો . હેમાંગભાઈ વસાવડા, કમલેશભાઈ મીરાણી, હસુભાઈ ભગદેવ, વિનુભાઇ ધવા, મિલનભાઈ કોઠારી, રવજીભાઈ મકવાણા,  અનીતાબેન ગોસ્વામી, મયુરધ્વજસિંહ જાડેજા, કીર્તિબા રાણા,  જયેશભાઇ ઉપાધ્યાય, મહેન્દ્રભાઈ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી દિકરીઓને આર્શિવાદ પાઠવ્યા હતા.

કાર્યક્રમ માં દીપ પ્રાગટય સૂર્યમુખી હનુમાન મંદિરના હરભજનદાસ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતુ.

ધારાસભ્ય ગોવિદભાઈ પટેલએ જણાવેલ કે જ્યારે દીકરી ને વળાવવાનો સમય આવે ત્યારે માં – બાપ ને મનમાં જ્યારે મૂંઝવણ હોય ત્યારે આવી સંસ્થા એમના માટે આશા ના કિરણ રૂપી મદદે આવે અને સંપૂર્ણ જવાબદારી લ્યે એનાથી વિશેષ શું હોય . જય જલારામ મિત્ર મંડળ આપ આગળ વધો અને આવા વધુ ને વધુ સમાજ ઉપયોગી કર્યો કરવા અમો પણ બનતું કરવા તત્પર રહીશું.

ધનસુખભાઈ ભંડેરીએ પણ આશીર્વાદ આપતા આ કાર્ય ને બિરદાવતા જણાવ્યું કે હજુ સુધી અમોએ સમૂહલગ્ન વિશે સાંભળેલ પરંતુ ખરા અર્થમાં અહીંયા અમે માણ્યું અને અનુભવ્યું.

આ તકે જય જલારામ મિત્ર મંડળ વતી પ્રમુખ અજયભાઈ વડેરા અને પ્રમુખ તૃષારભાઈ પતિરા એ રંગીલા હનુમાન યુવા ગ્રુપ અને સમગ્ર સત્તા વાસીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા જય જણારામ મિત્ર મંડળ – રવિ મણિયાર , હરદીપ જાડેજા , ધવલ નથવાણી , ધર્મેશ પોપટ , ધર્મેશ માનસના , વિકી વડેરા . કુણાલ માણેક , પિયુષ દક્ષિણી , મનીષ ઉપાધ્યાય , મિત્તલ માનસતા , તૃષાર પોપટ , સાગર પોપટ , વિશાલ પોપટ , મુસા વૈદ્ય , પ્રકાશ સુબા સંજય સેજપાલ , ભાવિન કોટક , મનીષ કારીયા , મહંમદ મોટા , સુનીલ સવાણી , મહેન્દ્ર ડાભી , સંજય ચાવડા , ભરત પરમાર , ગોપાલ ભરડવા , વિમલ માણેક અને જયેશ રાયચુરા સહિત આગેવાનો એ દિવસ રાત જેમત ઉઠાવેલ હતી .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.