5,000 રૂપિયાના માસિક ભથ્થા સાથે 12 મહિના માટે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમની જાહેરાત : ઇપીએફઓમાં પહેલીવાર તેમની પ્રથમ નોકરી માટે 1 લાખ રૂપિયાથી ઓછા પગાર સાથે નોંધણી કરાવનારા લોકોને ત્રણ હપ્તામાં 15,000 રૂપિયાની સહાય મળશે
બજેટ 2024માં સરકારે યુવાનોને રોજગાર આપવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાણામંત્રીએ યુવાનોને રોજગાર આપવા માટે ઘણી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું છે કે યુવાનોને ટોચની 500 કંપનીઓમાં ઈન્ટર્નશિપ આપવામાં આવશે. 5,000 રૂપિયાના માસિક ભથ્થા સાથે 12 મહિના માટે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બજેટમાં નિર્મલા સીતારમણે 2024-25માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડલ સ્કિલ લોન સ્કીમમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
નાણામંત્રીના બજેટ ભાષણ મુજબ રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત પાંચ યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાની રકમ રાખવામાં આવી છે. 500 ટોચની કંપનીઓમાં પાંચ કરોડ યુવાનોને ઈન્ટર્નશીપ આપવાની પણ જોગવાઈ છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું હતું કે ઇપીએફઓમાં પહેલીવાર તેમની પ્રથમ નોકરી માટે 1 લાખ રૂપિયાથી ઓછા પગાર સાથે નોંધણી કરાવનારા લોકોને ત્રણ હપ્તામાં 15,000 રૂપિયાની સહાય મળશે. 15,000 રૂપિયાના ત્રણ હપ્તા સીધા ઇપીએફઓ ખાતામાં આપવામાં આવશે.
કેન્દ્રીય બજેટમાં, નિર્મલા સીતારમણે 2024-25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ-વાઉચર ઉપલબ્ધ થશે. દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોનની રકમના 3%ની સીધી વાર્ષિક વ્યાજ સબવેન્શન મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ’મને 2 લાખ કરોડ રૂપિયાના કેન્દ્રીય ખર્ચ સાથે 5 વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં આનંદ થાય છે.’નાણામંત્રીના કહેવા પ્રમાણે, ’આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. બજેટમાં મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની રકમની દરખાસ્ત કરવામાં આવી છે.
ઈન્ટર્નશીપ પ્રોગ્રામ શું છે?
દેશના યુવાનો માટે વાડાપ્રધાન મોદીનું આ ખાસ ઈન્ટર્નશિપ પેકેજ છે. આ અંતર્ગત યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળશે. આ ઉપરાંત દર મહિને 5,000 રૂપિયાનું ઇન્ટર્નશિપ ભથ્થું પણ આપવામાં આવશે. આ સાથે ઈન્ટર્નશિપ પૂર્ણ કરનાર યુવાનોને 6,000 રૂપિયાની અલગથી રકમ પણ આપવામાં આવશે. આ સરકારી યોજના હેઠળ 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ફાયદો થશે.