16મીએ મતદાન અને ગણતરી હાથ ધરશે

વઢવાણ બાર એસોસિયેશનનની ચૂંટણીની જાહેર કરાયા બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર પદ માટે કોઇ ફોર્મ ન ભરાતા બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે. જ્યારે પ્રમુખ માટે 3, ઉપપ્રમુખ માટે 2 ફોર્મ ભરાયા છે.જેનું મતદાન તા.16 અને તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે.

ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આગામી વર્ષ 2023 માટે બાર એસોસિયેશનના હોદ્દેદારોની ચૂંટણી માટેની જાહેરાત કરી હતી.વઢવાણ કોર્ટના વકિલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી હોદ્દા માટેચૂંટણી અધિકારી તરીકે આર.એસ. દુબલ, એ.ડી.પરમાર સહ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. ચૂંટણીની જાહેરાત કરયા બાદ તા.3થી 5 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ વિતરણ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.જ્યારે ફોર્મ પરત કરવાની તારીખ બાદ 9 ડિસેમ્બર શુક્રવાર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી.

ત્યારે કોઇ ઉમેદવાર બીજો ફોર્મ ન ભરતા સેક્રેટરીતરીકે એડવોકેટ નોટરી ચંદ્રીકાબેન ખડીયા (ગઢવી), જોઈન્ટ સેક્રેટરી તરીકે એ. આર. લકૂમ, ટ્રેઝરર તરીકે પી.ડી.પરમાર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા છે. જ્યારે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે એડવોકેટ બી. એન. ત્રિવેદી, એમ. આર. ગઢવી, આર. પી. રાવલ દાવેદારી નોંધાવી છે.જ્યારે ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે અલ્પાબેન જાદવ, આર. પી. વાણીયાએ ફોર્મ ભર્યુ છે. જેનું તા.16 ડિસેમ્બરના રોજ સવારે 11થી સાંજે 3 કલાક સુધી મતદાન હાથ ધરાશે. જેમાં વઢવાણ બાર એસોસિયેશનના નોંધાયેલા વકીલ મંડળના સભ્યો મતદાન કરશે ત્યાર બાદ મતગણતરી કરવામાં આવશે. પછી નવા હોદ્દેદારોની જાહેરાત કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.