પાણીનો બગાડ કરનાર લોકો પાસેી પણ દંડ વસુલાયો

શહેરમાં પાણી ચોરી અટકાવવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા વોર્ડ વાઈઝ ચેકિંગ ટીમોની રચના કરવામાં આવી છે. જેના દ્વારા આજે શહેરના ત્રણેય ઝોનમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં ઈલેકટ્રીક મોટર મુકી ડાયરેકટ પમ્પીંગ કરતા ૩૫ આસામીઓ પકડાયા હતા. જેમની પાસેી ‚ા.૮૨૫૦નો દંડ વસુલ કરી ૨ ઈલેકટ્રીક મોટર જપ્ત કરવામાં આવી હતી.આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજે શહેરભરમાં પાણી ચોરી અંગે હા ધરવામાં આવેલી ઝુંબેશમાં લાઈન તા વાલ્વ લીકેજના ચાર કેસો મળી આવ્યા હતા. જયારે સેન્ટ્રલ ઝોનમાં ૯ ભુતિયા નળ જોડાણ પકડાયા હતા. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ૯ અને ઈસ્ટ ઝોનમાં ૨૬ આસામીઓ ઈલેકટ્રીક મોટર મુકી ડાયરેકટ પમ્પીંગ કરતા હોવાનું માલુમ પડયું હતું. જેમાં બે લોકોને મોટર જપ્ત કરી લેવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૮ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત પાણી ચોરી કરતા આસામી પાસેી ‚ા.૨૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ પાણી ચોરી પકડવા માટે ચેકિંગ ઝુંબેશ હા ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.