પશ્ચિમ નેપાળમાં કાલિકાથી 12 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ : ચીનમાં પણ અસર વર્તાઈ
નેપાળના પશ્ચિમ વિસ્તારમાં આજે બપોરે અઢી વાગ્યાના અરસામાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જેની અસર દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં વર્તાઈ હોવાનું જાણવા મળ્યું છે.
દિલ્હી-એનસીઆર અને લખનઉ સહિતના શહેરોમાં આજે બપોરે 2.28 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા 30 સેક્ધડથી વધુ સમય સુધી અનુભવાયા હતા. નેપાળ અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં કાલિકાથી 12 કિમી દૂર હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘરોમાં છતના પંખા અને ફર્નિચર વગેરે પણ ધ્રૂજવા લાગ્યા.
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા ખૂબ જ જોરદાર હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.
આ પહેલા 5 જાન્યુઆરીએ અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેની અસર પણ ભારતના ઉતરીભાગમાં વર્તાઈ હતી. ઉત્તરાખંડમાં જોશીમઠ દુર્ઘટના વચ્ચે ત્યાં પણ ભૂકંપના આંચકાથી ધરતી હચમચી ગઈ હતી. ગઢવાલ અને કુમાઉના ઘણા વિસ્તારોમાં બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચમોલી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદકિશોર જોશીએ જણાવ્યું કે હળવા આંચકા અનુભવાયા છે. ક્યાંયથી નુકસાનની માહિતી નથી.
આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ ધરતી ધ્રૂજી ગઈ. ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.