જામકંડોરણા અને ધોરાજી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના બિલ્ડીંગ, વાસાવડ ઝુંડાળા રોડ, સાજડીયાળી-મેઘાવડ રોડ, નાની પરબડી-તોરણીયા રોડ સહિતના કામોના ટેન્ડરો મંજુર કરાયા

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની આજરોજ બેઠક મળી હતી. પ્રમુખ કિશોર પાદરીયાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં રૂા.૫.૭૬ કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી જેમાં જામકંડોરણા અને ધોરાજી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના બિલ્ડીંગ, સાજડીયાળી-મેઘાવડ રોડ, નાની પરબડી-તોરણીયા રોડ સહિતના કામોના ટેન્ડરો મંજુર કરાયા હતા.

IMG 20201123 WA0041

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયા સહિતના અધિકારીઓની હાજરી રહી હતી. આ બેઠકમાં સર્વાનુમતે રૂા.૫.૭૬ કરોડના કામોને મંજુર કરવામાં આવ્યા હતા. રૂા.૩૧ લાખના ખર્ચે ક્ધટ્રકશન ઓફ એફપી વોલ નિયર વિલેજ સુલતાનપુરનું કામ, રૂા.૧૭ લાખના ખર્ચે એફડી આર ટુ પાનેલી એમઆઈ સ્કિમ (કેનાલ) તા.ઉપલેટાનું કામ, ૩૬.૬૩ લાખના ખર્ચે ઈમ્પ્રુવમેન્ટ ઓફ નાની પરબડી તોરણીયા રોડ તા.જામકંડોરણાનું કામ, રૂા.૨૩.૯૬ લાખના ખર્ચે પ્રોવાઈડીંગ પેવર પટ્ટા ઓન વેરીયર્સ રોડ ઓફ વિંછીયા તાલુકાનું કામ, ૨૪.૦૫ લાખના ખર્ચે પ્રોવાઈડીંગ પેવર પટ્ટા ઓન વેરીયર્સ રોડ ઓફ જસદણ તાલુકા, ૨૪.૯૩ લાખના ખર્ચે પ્રોવાઈડીંગ એન્ડ લેઈંગ આસફાઈડ પેવર પટ્ટા બાય પેવર ફિનીસર ઓન રોડ ઓફ જામકંડોરણા તાલુકાનું કામ, ૨૫.૧૦ લાખના ખર્ચે પ્રોવાઈડીંગ એન્ડ લેઈંગ એમએસએસ પટ્ટા ઓન ડિફરન્ટ સ્ટ્રેચીસ રોડ ઓફ જેતપુર તાલુકાનું કામ, ૭૧.૫૮ લાખના ખર્ચે એસઆર-૨ જનડા હાથસણી તા.વિંછીયાનું કામ, ૨૫.૧૩ લાખના ખર્ચે પ્રોવાઈડીંગ એન્ડ લીવાઈંગ આસફાઈડ પેવર પટ્ટા ઓન રોડ ઓફ ધોરાજી તાલુકાનું કામ, ૧.૨૭ કરોડના ખર્ચે ઈમ્પ્રુમેન્ટ ઓફ વાસાવડ ઝુંડાળા રોડ તા.જસદણનું કામ, રૂા.૪૯.૧૮ લાખના ખર્ચે ઈમરજન્સી-એસેન્સીયલ-રીસ્ટ્રોરેશન શેડયુલ આરએનબી પંચાયત સબ ડીવીઝન જેતપુરનું કામ, ૨૫.૭૮ લાખના ખર્ચે ધોરાજી તાલુકાની ગ્રામ પંચાયતોના ૮ બિલ્ડીંગનું કામ, ૨૫.૬૯ લાખના ખર્ચે જામકંડોરણા તાલુકાની ગ્રામ પંચાયતોના ૭ બિલ્ડીંગનું કામ તથા ૨ લાખ અનુદાન ગુજરાત પ્રદેશ પંચાયત પરીષદ માટે તેમજ રૂા.૧૦ હજાર તેની સભ્ય ફી માટે મંજુર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.