સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ સવારે 9:46 કલાકે આવેલા ભુકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનનું હિન્દૂ કુશ ક્ષેત્ર હોવાનું સામે આવ્યું
અબતક, નવી દિલ્હી
દિલ્હી-એનસીઆર સહિત દેશના કેટલાય ભાગોમાં ભૂકંપના મોટા ઝટકા અનુભવાયા છે. ભૂકંપ સવારે 9 કલાકને 46 મીનિટની આસપાસ આવ્યો છે. દિલ્હી એનસીઆરમાં લોકોને લગભગ 9 થી 12 સેક્ધડ સુધી ધરતી ધણધણી હોવાનો અનુભવ થયો હતો. જો કે આ આંચકો 5.7ની તીવ્રતાનો જ છે અને તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન હિન્દૂ કુશ ક્ષેત્રનું હોવાનું સામે આવ્યું છે તેમ નેશનલ સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે. જો કે હજુ સુધી આ આંચકાથી કોઈ જાન હાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, કોઈ જાનહાની નહિ.
ભૂકંપના ઝટકા અનુભવાયા બાદ કેટલીય જગ્યા પર લોકો ઘરમાંથી બહાર નિકળી ગયા હતા. દિલ્હી NCR નોઈડામાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા. જમ્મુના કેટલાય જિલ્લામાં પણ લોકોએ ધરતી કંપન અનુભવ્યું હતું. કશ્મીરમાં 8થી 10 સેક્ધડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવાર સવારે 9.45 વાગ્યે આંચકા આવ્યા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનની બોર્ડર પર એનું કેન્દ્રબિંદુ હતું. રિક્ટર સ્કેલમાં એની તીવ્રતા 5.7 નોંધાઈ છે.
આ તરફ નોઈડામાં પણ ભૂકંપના ડરથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. હાલ ભૂકંપને લીધે જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી.