જમ્મુ-કાશ્મીરની ધરા ફરી એક વખત ધ્રુજી ઉઠી છે. તઝાકિસ્તાનમાં આવેલા ૫.૮ના ભૂકંપના ઝટકા છેક જમ્મુ-કાશ્મીર સુધી અનુભવાયા હોવાનું જાણવા મળે છે. જેના કારણે આજે જમ્મુ-કાશ્મીરમાં ૩.૨ની તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અગાઉ ૯મી જૂને પણ જમ્મુ-કાશ્મીરમાં ધરતીકંપ આવ્યો હતો. ત્યારબાદ આજે પણ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ધરા ધ્રુજી હતી. ગઈકાલે પણ ઉપરા-ઉપરી બે આંચકા અનુભવાયા હતા. ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યો છે. સોમવારે સવારે ૪:૩૦ કલાકે પણ જમ્મુ-કાશ્મીરમાં ૩.૨ની તિવ્રતાથી ભૂકંપ અનુભવાયો હતો. આજે સવારે ૭ કલાકે ૫.૮ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના પગલે હજુ સુધી કોઈ જાનમાલ થઈ હોવાના સમાચાર નથી.
તઝાકિસ્તાનના દુસાન્બેથી ૩૪૧ કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળે છે. દેશની રાજધાની સહિત દેશના અનેક ભાગમાં ભૂકંપના ઝટકા છેલ્લા થોડા સમયથી અનુભવાય રહ્યાં છે. વર્તમાન સમયે જમ્મુ-કાશ્મીર ભૂકંપના કારણે જાનમાલને નુકશાન થયું ન હોવાનું જાણવા મળે છે.