પૃથ્વી ઉપર 3900થી વધુ સાપ પ્રજાતિઓ પૈકી માત્ર 600 સાપ જ વધુ ઝેરી છે, કિંગ કોબ્રા જેવા સૌથી ઘાતક આ છે, ટોપ-10 ઝેરી સાપ
જીવંત સાપ એન્ટાર્કટિકા સિવાય દરેક ખંડ પર અને મોટા ભાગના નાના ભૂમિ સમુહો પર જોવા મળે છે: દરિયાઇ સાપ સમગ્ર ભારતીય અને પેસિફિક મહાસાગરોમાં વધુ જોવા મળે છે

સાપનો અશ્મિભૂત રેકોર્ડ પ્રમાણમાં નબળો છે, એક અંદાજ મુજબ સાપ 94 મિલિયન વર્ષો જૂના છે. સર્પ ગરોળીમાંથી વિકસિત થયાના પુરાવા મળે છે. 2015માં બ્રાઝિલમાં ચાર પગવાળા સાપના 113 મિલિયન વર્ષ જૂના અશ્મિની શોધ થઇ હતી. આજે દુનિયામાં સાપની કુલ 3900થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે જે પૈકી 600થી વધુ પ્રજાતિ ઝેરી હોય છે. દુનિયામાં આયર્લેન્ડ, આઇસલેન્ડ અને ન્યુઝિલેન્ડ જેવા વિસ્તારોમાં સાપ જોવા મળતા નથી. ન્યુઝિલેન્ડના દરિયામાં પીળા પેટવાળા સમુદ્રી સાપ જોવા મળે છે. કુલ ઝેરી પ્રજાતિના સાપ પૈકી માત્ર 6 ટકા જ માણસને મારી નાખવાની ક્ષમતા ધરાવે છે. લગભગ તમામ સાપ તેમનો ખોરાક આખો ગળી જાય છે. તમામ સાપ ભીંગડાથી ઢંકાયેલા હોય છે અને સરીસૃપ તરીકે ઠંડા લોહીવાળા હોય છે.

દુનિયાના સૌથી ઘાતક, ભયંકર, ઝેરી સાપો એવા છે જેના એક ડંખથી માણસનું મોત નક્કી થઇ જાય છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના સર્વેના આંકડા મુજબ દર વર્ષે અંદાજે 5.4 મિલિયન લોકો સર્પદંશનો ભોગ બને છે. જેના પરિણામે 80 હજારથી દોઢ લાખ લોકો મૃત્યું પામે છે. ઝેરી સાપ તેના પીડિતોને તેની લાળગ્રંથીમાં ઉત્પન થયેલ ઝેરને કારણે મોતને ઘાટ ઉતારે છે. આવા સાપો તેની ફેણનો ઉપયોગ કરીને શિકારમાં દાખલ કરે છે. સ્થિરતા અને હેમરેજથી લઇને પેશીઓના મૃત્યુ અને બળતરાનું કામ કરે છે. સાપનું ઝેર તેના પીડિતમાં ગંભીર પ્રતિક્રિયાઓનું કારણ બને છે. આજે આ લેખમાં દુનિયાના સૌથી ટોપ-10 ખતરનાક સાપની વાત કરવી છે. 2022ના છેલ્લા સર્વે મુજબ આ ઘાતક સાપની યાદી બહાર પડી છે.

દરિયાઇ સાપોની 520 જાતીઓ અને 3900 પેટા જાતી જોવા મળે છે: સાપની મોટા ભાગની પ્રજાતિઓ બિન ઝેરી હોય છે: ઝેરનો મુખ્યત્વે ઉપયોગ સ્વબચાવને બદલે શિકારને મારવા અને દબાવવા માટે કરે છે

અંતર્દેશીય તાઇપન :

Inland Taipan

સૌથી ઝેરી સાપ પૈકી એક જેનો અર્થ ઝેરનો નાનો ટુકડો કે જે માનવીને મોત આપી શકે છે. આ સાપ ક્વીન્સલેન્ડ અને દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પૂરના મેદાનોની માટીની તિરાડોમાં રહે છે. આ સાપ ભાગ્યેજ મનુષ્યના સંપર્કમાં આવે છે. આ સાપ ડંખ મારતા પહેલા તેનું શરીર ચુસ્ત કરીને એસ આકાર બનાવે છે. તેનું ઝેર જ તેને અન્ય પ્રજાતિથી અલગ પાડે છે, તે હાસ્યલ્યુરોનિડેઝ એન્ઝાઇમ છે.

 

 કોસ્ટલ તાઇપન :

Coastal Taipan

દરિયા કાંઠે રહેતા આ સાપની અવિશ્ર્વસનીય ઝડપ જ તેની તાકાત છે. સાપ કરડતા પહેલા ધમકી સ્વરૂપે ફૂફાડા મારે છે. સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધના દરીયાકાંઠે ભીના જંગલોમાં રહે છે. તે આખા શરીરને જમીનથી ઉંચકીને અસાધારણ રીતે કુદી શકે છે. ડંખ સાથે જ તે ઝેર દાખલ કરી શકે છે. 1956 પહેલા આના ડંખથી લગભગ મોત થતું હતું.

કિંગ કોબ્રા :

King Cobra

આ સાપ વિશ્વનો સૌથી લાંબો ઝેરી છે. 18 ફૂટ લાંબો આ સાપ તેની પ્રભાવશાળી દ્રષ્ટિથી જાણિતો છે તે 330 ફૂટ દૂર ચાલતી વ્યક્તિને જોઇ શકે છે. એ જ્યારે ધમકી આપે છે ત્યારે માથા આસપાસની ચામડીને બહાર કાઢે છે. આ સાપ તેમના શરીરની લંબાઇના ત્રીજા ભાગ સુધી માથુ જમીન પરથી ઉપાડી શકે છે. દરેક ડંખમાં 7 મીલી ઝેર શરીરમાં ઉતારી શકે છે. ઝડપથી ત્રણ-ચાર હુમલા સાપ 15 મિનિટમાં માણસ અને હાથીને પણ મારી શકે છે.

 બેન્ડેડ ક્રેટ :

Banded Krait

આ સાપની દિવસે ધીમી ગતી હોય પણ અંધારા પછી તેની ગતી અને કરડવાની ક્ષમતા વધી જાય છે. આ સાપનું ઝેર સ્નાયુઓને લકવાગ્રસ્ત કરી શકે છે અને શરીરનું હલન ચલન અટકાવી શકે છે. આનો ડંખ હવાને ફેફ્સામાં પ્રવેશતી અટકાવી દઇને ગૂંગળામણ પેદા કરે છે.

 સો-સ્કેલ્ડ વાઇપર :

Saw scaled viper

ભારતનો ‘બિગફોર’નું સૌથી નાનુ સભ્ય છે. રસેલ વાઇપર, સામાન્ય ક્રેટ અને ભારતીય કોબ્રા સાથે ગણના થાય છે. હિસિંગ જેવા અવાજ કાઢીને ધમકી આપે ત્યારે દાણાદાર ભીંગડા એક સાથે ઘસીને સિઝલિંગ શરૂ કરે છે. તેના ડંખથી સોજો અને દુખાવો થયા બાદ હેમરેજ થાય છે. આનું ઝેર લોહી ગંઠાવવાની પ્રક્રિયાને અસર કરતું હોવાથી આંતરિક રક્તસ્ત્રાવ સાથે તીવ્ર કિડની નિષ્ફળ બનાવી દે છે. આ સાપ માટે નવ પ્રકારના એન્ટિવેનોમ છે જે બચવા માટે બહુ ઓછો સમય જ આપે છે.

 રસેલ વાઇપર :

Russell Viper

ભારતમાં દર વર્ષે 58 હજાર મૃત્યું સાપ કરડવાથી થાય છે તેમાં આ સાપના ડંખથી મોટાભાગના મૃત્યુ થતાં જોવા મળે છે. આ પ્રજાતિને સૌથી વધુ ઘાતક ગણવામાં આવે છે. શ્રીલંકાના ખેતરોમાં આ નિશાચર આરામ કરે છે. તેનો દંશ કિડની ફેલ કરી દે છે.

નોટેકિસ સ્કુટાટસ કે ઇસ્ટર્ન ટાઇગર :

Notekis scutatus or Eastern Tiger

આ સાપને પૂર્વીય વાઘ સાપ કહેવાય છે જે ઓસ્ટ્રેલિયાના પર્વતો અને ઘાસના મેદાનોમાં રહે છે. તેના શરીર પર પીળા અને કાળી પટ્ટીને કારણે આવુ નામ અપાયું છે. તેનું શક્તિશાળી ઝેર માત્ર 15 મીનીટમાં મોત આપી શકે છે.

બૂમસ્લેંગ :

Boomslang

દક્ષિણ આફ્રિકામાં તેને ગ્રીન ટી સાપ કહેવાય છે. તેના અંગૂઠા પર ડંખથી 24 કલાકમાં જ આંખો, ફેફ્સા, કિડની, હૃદ્ય અને મગજમાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે માનવીનું મૃત્યું થાય છે. જો કે આ સાપ વધુ ઝેર પેદા કરી શકતા નથી. ઇંડા આકારનું માથુ ધરાવતા ફેણ વાળા સાપમાં સૌથી ઝેર છે.

– ફેર-દ-લાન્સ ડે બોથ્રોપ્સએસ્પર :

Fair de Lance Day Bothropsesper

આ પીટ વાઇપર મધ્ય અને દક્ષિણ અમેરિકામાં રહે છે. 4 થી 8 ફૂટ લાંબા આ સાપ 6 કિલોનું વજન ધરાવે છે. અમેરીકામાં સર્પ દંશના કુલ બનાવોમાંથી અડધા તો આ સાપના જ હોય છે. આ સાપની માદા 90 ખતરનાક બચ્ચાને જન્મ આપી શકે છે.

– બ્લેક મામ્બા :

The Black Mamba

આફ્રિકાનો સૌથી ભયંકર સાપ તેના ઝેરના બે ટીપાથી વ્યક્તિને મારી શકે છે. કાળા મામ્બા હકિકતમાં ભૂરા રંગના હોય છે. 8 ફૂટ લાંબા આ સાપ કલાકની 19 કિ.મી.ની ઝડપે આગળ વધી શકે છે. તેમની દરેક ફેણમાં 20 ટીપા ઝેર સંગ્રહ કરે છે. આફ્રિકામાં સર્પદંશથી થતાં મૃત્યુમાં આ સાપ સૌથી વધારે જવાબદાર છે.

ટોકિસકોલોજી ટેસ્ટનો ઉપયોગ કરીને સાપ કેટલો ઝેરી છે તે નક્કી થાય !!

વિજ્ઞાનીઓ સરેરાશ ઘાતક માત્રા તરીકે ઓળખાતી ટોકિસકોલોજી ટેસ્ટનો ઉપયોગ કરીને સાપ કેટલો ઝેરી છે તે માપે છે તેને LD50 પણ કહેવાય છે. જેટલી નાની સંખ્યા તેટલો વધુ ઝેરી સાપ, આ સ્કેલ દ્વારા જ વિશ્ર્વના સૌથી ઝેરી સાપ ક્યા છે તે નક્કી થાય છે. હાલ પૃથ્વી પર 3 હજારથી વધુ પ્રકારના સાપ છે તેમાં માત્ર 600 ઝેરી છે. અમુક તો વિશ્ર્વાસ ન કરી શકાય તેવા ઝેરી છે, ઝેર જ તેની અફાટ શક્તિ છે. આવા સાપની આક્રમક વર્તુણક અને તાકાતવાળુ ઝેરને કારણે માનવીને મોતને ઘાટ ઉતારે છે. 10 સાપ આજે દુનિયામાં એવા છે જે ‘ડેડલીસ્ટ’ અર્થાત સૌથી વધુ ઝેરી સાપ છે. મોઝામ્બિકમાં થૂંકતો કોબ્રા જે માણસ પર ઝેરનો ફૂવારો છોડે છે. સાપ પૃથ્વી પરનાં સૌથી ભયભીત જીવો પૈકી એક છે, કેટલાક આકર્ષક રીતે પણ જોખમી છે. બ્લેક મામ્બા વિશ્ર્વનો સૌથી ઝેરી સાપ છે. સાપનું સરેરાશ આયુષ્ય 15 થી 20 વર્ષ જેટલું હોય છે. તે ક્યારેય ઉડી શકતો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.