રાષ્ટ્રીય ભૂસ્તર કેન્દ્ર દ્વારા શુક્રવારે કરેલી જાહેરાત મુજબ લદાખ પ્રદેશમાં મધ્યમ કહી શકાય તેવી ૫.૪ની તીવ્રતા નો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બપોરે ૪.૨૭ મીનીટે આવ્યો હતો અને તેનું કેન્દ્ર બિંદુ જમીનની અંદર ૧૦ કીમી ઉંડે હોવાનું જણાવ્યું હતુ. ઉત્તર ભારતનો હિમાલય ક્ષેત્ર આમ પણ સક્રિય ભુસ્તરીય હલન ચલન ભૂકંપની ફોલ્ટવાળો વિસ્તાર ગણવામાં આવે છે. ભારતમાં ભૂકંપનાં સંલગ્ન અહેવાલોમાં અગાઉ બુધવારે સવારે આંદામાનના દરિયાઈ વિસ્તરમાં ૪.૪ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા જોકે તેમાં જાનહાનીના કોઈ અહેવાલો મળ્યા નથી ૫.૧૯ કલાકે વહેલીસવારે પોર્ટબ્લેડથી ૭૧ કીમી પૂર્વમાં આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતુ. તેવી જ રીતે રાષ્ટ્રીય ભૂસ્તર વિભાગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા ભૂકંપમાં ૩.૫ની તીવ્રતાવાળા ભૂકંપથી દરિયાઈ વિસ્તાર ધ્રુજી ઉઠ્યા હતા. ૧૦ કીમી ઉંડા કેન્દ્ર બિંદુવાળા આભૂકંપનાં ઝટકાથી ગુજરાત અને મુંબઈના રહેણાંક વિસ્તારોમાં અને તારાપૂર અણુમથક એકમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.