- રાજકોટથી ભુજ-નાથદ્વારા જવા પાંચ વોલ્વો બસ દોડશે
- ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા લીલી ઝંડી આપી બસનો પ્રારંભ કરાયો હતો
- યાત્રીકો માટે બસમાં અતિઆધુનિક સુવિધા આપવામાં આવી છે
સૌરાષ્ટ્રના યાત્રિકો દ્વારા લાંબા સમયથી થઇ રહેલી ભુજ-નાથદ્વારા વોલ્વો દોડાવવા માંગણીનો સ્વીકાર થયો છે. આ માટે ગતરોજ 5 વોલ્વો બસ દોડાવવામાં આવી છે. આ દરમિયાન ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા લીલી ઝંડી આપી બસનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ રાજકોટ-ભુજ રૂટ પરથી વોલ્વો બસ રાજકોટથી સવારે 6 વાગ્યે ત્યારબાદ 12:30 અને સાંજે 5:30 વાગ્યે ઉપડી ભુજથી 10 વાગ્યે અને 1 વાગ્યે ઉપડી રાજકોટ પરત ફરશે.
સવારે ભુજ થઇ સાંજે પરત ફરવા માગતા નાગરિકોને માટે આ બસ અનુકુળ રહેશે. તેમજ રાજકોટ-ભુજ-રાજકોટનું ભાડુ રૂપિયા 634 રહેશે. આ ઉપરાંત રાજકોટથી નાથદ્વારા માટે વોલ્વો બસ બપોરે 4:30 વાગ્યે ઉપડશે અને નાથદ્વારાથી બીજા દિવસે બપોરે 4:30 વાગ્યે રાજકોટ આવવા રવાના થશે. રાજકોટથી નાથદ્વારાનું ભાડું 1371 રૂપિયા રહશે. તેમજ યાત્રીકો માટે બસમાં અતિઆધુનિક સુવિધા આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના ST મુસાફરોની સવારીમાં વધુ સવલતો ઉમેરવા માટે રાજકોટ ST ડિવિઝનને વધુ 5 નવીન વોલ્વો બસ ફાળવવામાં આવી છે. જેથી રાજકોટથી લાંબા રૂટ ભુજ અને નાથદ્વારા પર આ બસને દોડાવવામાં આવશે. તેમજ રાજકોટ ST ડિવિઝનને 10 વોલ્વો બસ ફાળવવામાં આવી હતી.
જ્યારે ગતરોજ વધુ 5 બસની ફાળવણી કરવામાં આવી છે. તેમજ આ 5 બસ રાજકોટથી ભુજ અને રાજકોટથી નાથદ્વારા રૂટ પર દોડાવવામાં આવશે. રાજકોટથી ભુજ માટે રોજ સવારે 6 વાગ્યે, બપોરે 12:30 વાગ્યે અને સાંજે 17:30 વાગ્યે વોલ્વો બસ ઉપડશે, તો ભુજથી આ બસ સવારે 5 વાગ્યે, 10 વાગ્યે અને બપોરે 1 વાગ્યે ઉપડશે.
આ ઉપરાંત ભુજના રૂટ પર દોડતી બસ વાયા મોરબી,સામખીયાળી, ગાંધીધામ અને ભચાઉ પર સ્ટોપ કરશે. જ્યારે રાજકોટથી નાથદ્વારા માટે રોજ બપોરે 4:30 વાગ્યે અને નાથદ્વારાથી રાજકોટ માટે પણ એ જ સમયે બસ મળી રહેશે. રાજકોટથી નાથદ્વારા ઉપડતી બસ મોરબી, અમદાવાદ, હિંમતનગર, શામળાજી અને ઉદેપૂર સ્ટોપેજ કરશે.
ગુજરાત રાજ્ય ST નિગમ દ્વારા રાજકોટ ST ડિવિઝનને વધુ 5 અત્યાધુનિક AC વોલ્વો બસ ફાળવવામાં આવતા તેનું આજે ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. તેમજ વોલ્વોની 15 આધુનિક વોલ્વો બસ હવે અમદાવાદ અને વડોદરા ઉપરાંત ભુજ અને નાથદ્વારા માટે પણ દૈનિક દોડાવવામાં આવશે. તેમજ 47 સિટિંગ કેપેસિટીની આરામદાયક પુશ બેકસીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસીલીટી, ફાયર સેફ્ટી માટે અધ્યતન સ્પ્રીન્કલ સિસ્ટમની સાથે સ્મોક ડિટેક્ટર અલાર્મ સહિતની સુવિધા સાથેની રૂ.1.40 કરોડની બસમાં વિમાનની માફક સુવિધા છે.
5 વોલ્વો બસ રાજકોટ ST વિભાગને મળી
ગુજરાત રાજ્ય ST નિગમ દ્વારા પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારી યુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે માટે સૌપ્રથમ વર્ષ 2010થી અમદાવાદ-વડોદરા વચ્ચે 10 હાઈટેક પ્રકારના પ્રીમિયમ વાહનો સંચાલનમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ આ સર્વિસમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા ST નિગમ દ્વારા ઉત્તરોતર વધારો કરી દિવાળી દરમિયાન 10 નવી વોલ્વો ફાળવવામાં આવી હતી. ત્યારબાદ ગતરોજ વધુ 5 વોલ્વો બસ ST વિભાગને મળી છે. જેમાં 3 બસ રાજકોટથી ભુજ અને 2 બસ દરરોજ રાજકોટથી નાથદ્વારા દોડાવવામાં આવશે.
નવી વોલ્વો બસનો રૂટ અને સમય
- રાજકોટથી ભુજ – 06: 00, 12:30, 17:30
- ભુજથી રાજકોટ – 05:00, 10:00, 13:00
- રાજકોટથી નાથદ્વારા – 16:30
- નાથદ્વારાથી રાજકોટ – 16: 30
નવી વોલ્વો બસમાં સુવિધા
- 47 સિટિંગ કેપેસિટી
- 2 -2 લેધર અને આરામદાયક પુશ બેક સીટ
- CCTV કેમેરા
- મોબાઈલ ચાર્જિંગ ફેસીલીટી
- ફાયર સેફ્ટી માટે અધ્યતન સ્પ્રીન્કલ સિસ્ટમ
- સ્મોક ડિટેક્ટર અલાર્મ
- LED ટીવી
- એક્ઝોસ્ટ ફેન સાથેના 2 હેચ (મૂવેબલ)
- ઈમરજન્સી એક્ઝિટ ડોર
હવે રાજકોટથી ક્યા રૂટ પર કેટલી નવી વોલ્વો બસ
- અમદાવાદ – 07
- વડોદરા – 03
- ભુજ – 03
- નાથદ્વારા – 02