જીમખાના કલબ ક્રિકેટ ગ્રાઉન્ડ 26-4 થી 7-5 સુધી ‘શ્રી વિશ્વકર્મા કપ 2023’ નું આયોજન
આજના સમયમાં ભારતીય રાષ્ટ્રીય રમત ન હોવા છતાં સૌથી વધુ જો કોઇ રમત લોકપ્રિય હાય તો તે ક્રિકેટ સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેર ભારતીય પ્રથમ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામી-અનામી ઘણા ખેલાડીઓ આપેલા છે. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે રસિકભાઇ બદ્રકીયાએ જણાવ્યું હતું કે ક્રિકેટ પ્રેમીઓ માટે
ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આગામી તા. 26-4 થી 7-5-2023 દરમિયાન દ્વિતીય રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ શ્રી વિશ્ર્વકર્મા કપ 2023 નું ભવ્ય આયોજન રાજકોટ શહેરના યુરોપીયન રાજકોટ જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઇ બદ્રકિયા અને રાજકોટ શહેરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ માટે છેલ્લા ર0 વર્ષથી વધુ સમયથી આવી ક્રિકેટ ટુનામેન્ટનું આયોજન કરતાં જયંતિભાઇ તલસાણીયા, વિનયભાઇ તલસાણીયા તેમજ હર્ષદભાઇ બકરાણીયા, પ્રજેશભાઇ છનીયારા, અરવિંદભાઇ ત્રેટિયા, મિતેશભાઇ ધ્રાંગધરીયા, કેતનભાઇ મહિધરિયા, નીતીનભાઇ બદ્રકિયા અને અન્ય ટીમ મેમ્બરો સાથે મળીને જહેમત ઉઠાવી રહ્યા છે.
ટુર્નામેન્ટનું ઉદઘાટન તા. 26-4 ને બુધવારના રોજ સાંજે સાત કલાકે ગુજરાતના રાજસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેરના મેયર ડો. પ્રદિપભાઇ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, રાજકોટ દક્ષિણના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ગુર્જર સુતાર જ્ઞાતિના અગ્રણી ઉઘોગપતિ અમુભાઇ ભારદીયા, ગુર્જર સુતાર ક્ધયા છાત્રાલય રાજકોટના ટ્રસ્ટી કેતનભાઇ ગજજર તેમજ યુરોપીયન જીમખાના કલબ રાજકોટના સેક્રેટરી હરીશચંદ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજયકક્ષાના મંત્રી જગદીશભાઇ પંચાલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરપાલિકાના ડે.મેયર કંચનબેન સિઘ્ધપુરા, રાજકોટ મહાનગર પાલિકાના સ્ટે. કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહીતના ખાસ ઉ5સ્થિત રહેનાર છે. આ ઉપરાંત ગુર્જર સુતાર જ્ઞાતિના ઉઘોગપતિ જુદી જુદી સંસ્થાના પ્રમુખ, મંત્રી અઘ્યક્ષ અને સમીતી સભ્યો વિગેરે પણ ઉ5સ્થિત રહેનાર છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકો શહેર ઉ5રાતં મોરબી, જામનગર, અમદાવાદ, પોરબંદર, કચ્છ, અમરેલી અને મુંબઇ શહેરથી ક્રિકેટ ટીમો ભાગ લેવા માટે આવનાર છે. આ ટુર્નામેન્ટમાં કુલ 4ર ટીમોએ પોતાની ટીમની સમયસર નોંધણી કરાવેલ છે. આ આ ટુર્નામેન્ટ નોકઆઉટ ના ધોરણે રમાડવામાં આવશે. સૌ પ્રથમ વખત આ ટુર્નામેન્ટના રાઉન્ડ માટેનો ડ્રો તમામ ટીમના કેપ્ટનો દ્વારા તા. 18-4 ના રોજ ટોકન ઉપાડીને કરવામાં આવેલ હતો. તમામ ટીમો વચ્ચે તા. ર6-4 થી 6-5 થી 5-5-23 દરમિયાન લીગ મેચ અને કવાર્ટર ફાઇનલ રમાડવામાં આવશે. અને તા. 6-5-2023 બન્ને સેમી ફાઇનલ અને તા. 7-5-23 ના રોજ ફાઇનલ મેચ રમાડવામાં આવશે. સાથે સાથે દરરોજ મેચ રમનાર ટીમ માટે ભોજન અને બહાર ગામની ટીમો માટે રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
6-5-23 બન્ને સેમી ફાઇનલ અને 7-5-23 ના રોજ ફાઇનલ મેચ લાઇવ પણ જોઇ શકશે. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન એક પારિવારિક માહોલમાં કરવામાં આવેલ છે. જેથી કરીને દરેક વ્યકિત તેમના પરિવાર સાથે આ ટુર્નામેન્ટ નિહાળવા સાથે આવી શકે છે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોને મોમેન્ટ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન, બેસ્ટ ફિલ્ડર ઉપરાંત ફાઇનલ વિજેતા ટીમને ભવ્ય ઇનામો આપવામાં આવશે. અને સાથે સાથે સુંદર ટ્રોફી પણ આપવામાં આવશે.
આ માટેની તમામ પૂર્વ તૈયારી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઇ ડી. બદ્રકીયાના માર્ગદર્શન હેઠળ કાન્તીભાઇ પી. તલસાણીયા (ઉપપ્રમુખ), પ્રદિપભાઇ કરગથરા, અરવિંદભાઇ ત્રેટિયા (ખજાનચી), ગોરધનભાઇ પી. ચાપાનેરા તેમજ અઘ્યક્ષ મુકેશભાઇ આર. વડગામા, કિશોરભાઇ બોરણીયા, કેતનભાઇ મહિધરિયા, ઘનશ્યામભાઇ દુદકીયા, અને જ્ઞાતિના અન્ય કાર્યકર્તાઓ કરી રહ્યા છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે પ્રમુખ રસીકભાઇ બદ્રકીયા, અઘ્યક્ષ મુકેશભાઇ આર. વડગામા, ટ્રસ્ટી વિનયભાઇ તલસાણીયા, કેતનભાઇ મહિધરીયા, મુકેશભાઇ વડગામા, કિશોરભાઇ ઉપસ્થિત રહ્યા હતા.