એટીપી કુંતેશ મહેતા, ડી.પી.વાઘેલા, વી.સી.મુંધવા અને આર.ડી.પ્રજાપતિની બદલી: ડીઈઈને એટીપીનો ચાર્જ
મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર સેવાના હિર્તો તા વહીવટી સરળતા ખાતર મહાપાલિકાના ચાર એટીપી તા તેર ડીઈઈ સહિત કુલ ૧૭ કર્મચારીઓની અરસ-પરસ બદલી કરી છે. સેન્ટ્રલ ઝોનના એટીપી કુંતેશ મહેતા અને ડી.પી.વાઘેલા, જયારે ઈસ્ટઝોનના એટીપી વી.સી.મુંધવા તા આર.ડી.પ્રજાપતિને બાંધકામ શાખાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ડીઈઈને એટીપી બનાવવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ રેસકોર્સ સંકુલ ડેવલોપમેન્ટ તા મહાત્મા ગાંધી અનુભુતિ કેન્દ્ર ખાતે ડીઈઈની જવાબદારી નિભાવતા પી.આર.ભટ્ટને બાંધકામ શાખા વેસ્ટ ઝોન ખાતે ડીઈઈ તા ડોડીયા હસ્તકની વોર્ડ એન્જીનીયરની કામગીરી સોંપવામાં આવી છે. બાંધકામ શાખા વેસ્ટ ઝોન ખાતે વોર્ડ નં.૧૦ અને ૮ના વોર્ડ એન્જીનીયર એચ.યુ.ડોઢીયા પાસે હવે માત્ર વોર્ડ નં.૧૦ના વોર્ડ એન્જીનીયર તરીકેની કામગીરી રહી છે. વોર્ડ નં.૨ના વોર્ડ એન્જીનીયર તરીકે કામગીરી બજાવતા ડીઈઈ એર.આર.લાલચેતાને હાલની કામગીરી ઉપરાંત રેસકોર્સ સંકુલ ડેવલોપમેન્ટની કામગીરી સોંપવામાં આવી છે. વોર્ડ નં.૧૧ના ડીઈઈ એ.એમ.વેગડને ઈસ્ટઝોન કચેરીના એટીપી પ્રજાપતિ હસ્તકની કામગીરી સોંપવામાં આવી છે. વોર્ડ નં.૭ના વોર્ડ એન્જીનીયર વી.પી.પટેલીયાને વોર્ડ નં.૧૫ના ડીઈ કોટક હસ્તકની વોર્ડ એન્જીનીયરની કામગીરી સોંપવામાં આવી છે.
વોર્ડ નં.૧૪ના વોર્ડ એન્જીનીયર આઈ.યુ.વસાવાને સેન્ટ્રલ ઝોન કચેરીના એટીપી વાઘેલા હસ્તકની કામગીરી સુપ્રત કરાઈ છે. વોર્ડ નં.૧૩ના વોર્ડ એન્જીનીયર ડીઈઈ એચ.એ.વસાવાને વોર્ડ નં.૧૪ના વોર્ડ એન્જીનીયર બનાવાયા છે. વોર્ડ નં.૧૭ના વોર્ડ એન્જીનીયર ડીઈઈ જે.જે.પંડયાને ઈસ્ટઝોન કચેરીના એટીપી વી.સી.મુંધવા હસ્તકની તમામ કામગીરી સોંપવામાં આવી છે. વોર્ડ નં.૬ના વોર્ડ એન્જીનીયર ડીઈઈ જી.જે.સુતરીયાને વોર્ડ નં.૭ના વોર્ડ એન્જીનીયર બનાવવામાં આવ્યા છે. વોર્ડ નં.૧૬ના વોર્ડ એન્જીનીયર આર.જી.પટેલને વોર્ડ નં.૧૭ના વોર્ડ એન્જીનીયર બનાવવામાં આવ્યા છે.
જયારે વોર્ડ નં.૧૫ના વોર્ડ એન્જીનીયર ડીઈઈ એચ.એમ.કોટકને વોર્ડ નં.૧૩ના વોર્ડ એન્જીનીયર બનાવાયા છે. સેન્ટ્રલ ઝોન કચેરીના એ.ટી.પી. કુંતેશ મહેતાને વોર્ડ નં.૧૮ના વોર્ડ એન્જીનીયર તરીકેની કામગીરી સોંપાઈ છે. વોર્ડ નં.૧૮ના એન્જીનીયર ડીઈઈ એમ.બી.ગાવીતને વોર્ડ નં.૧૧ના વોર્ડ એન્જીનીયર બનાવાયા છે. સેન્ટ્રલ ઝોન કચેરીના એટીપી બી.પી.વાઘેલાને વોર્ડ નં.૧ના વોર્ડ એન્જીનીયર બનાવાયા છે. વોર્ડ નં.૧ના વોર્ડ એન્જીનયરને પટેલને સેન્ટ્રલ ઝોન કચેરીના એટીપી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ઈસ્ટઝોન કચેરીના એટીપી વિરમ મુંધવાને વોર્ડ નં.૧૬ના વોર્ડ એન્જીનીયર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. જયારે ઈસ્ટઝોન કચેરીના એટીપી આર.ડી.પ્રજાપતિને વોર્ડ નં.૬ના વોર્ડ એન્જીનીયર બનાવવામાં આવ્યા છે.