દેશની સૌથી મોટી દુર સંચાર કંપની ભારતી એયરટેલ ૨૫૦૦-૨૭૦૦ ‚પિયા વાળો 4Q સ્માર્ટ ફોન લાવવા માટે મોબાઇલ બનાવનાર કંપનીઓ સાથે વાત-ચીત કરી રહી છે. કંપનીની આ પહેલને રીલાયન્સ જીયોને ટક્કર આપવાના ‚પમાં જોવામાં આવે છે.
સુત્રો અનુસાર રિલાયન્સ જીયોને ટક્કર આપવા એયરટેલ પુરી રીતે સ્માર્ટફોન લાવવામાં ધ્યાન આપી રહી છે. સુત્રો અનુસાર એયરટેલ પોતાનો 4Q સ્માર્ટફોન દિવાળી પહેલા બજારમાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં એયરટેલનું 4Qકનેક્શન સાથે-સાથે આકર્ષીત ડેટા પ્લાન આપવામાં આવશે. આ સ્માર્ટ ફોનમાં ડુઅલ સિમ, ૪ ઇંચની ડિસ્પ્લે, ડુઅલ કેમેરા, વોલ્ટી કોલીંગ અને એક જીબીની રેમ આપવામાં આવશે.