શહેરના ટાગોર રોડ પર આવેલા હેમુ ગઢવી હોલ ખાતે તા. 24 ને રવિવારે શ્રી ચંદ્રસિંહ ( ભાડવા)સર્કલ દ્વારા આયોજિત 49મો વિદ્યાર્થી સરકાર સમારંભ લક્ષ્યરાજસિંહજી મેવાડ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય રીતે પારીવારિક માહોલમાં યોજાઈ ગયો છે. કાર્યક્રમની શરૂઆત શ્રી હરભમજીરાજ ગરાસિયા બોડીંગના છાત્રો દ્વારા પ્રાર્થનાનું સમૂહ ગાયન કરી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો .ધોરણ 5 થી મેડિકલ સુધી અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 345 જેટલા પ્રતિભા શાળી ભાઈ -બહેનોને લક્ષ્યરાજસિંહજી મેવાડ, માધાંતાસિંહજી, ભુપેન્દ્રસિંહ , ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, પદ્યુમનસિંહ, રિવાબા જાડેજા, રાજકોટ રાજવી પરિવારના રાણીસાહેબા કાદમ્બરીદેવી અને યુવારાજ સાહેબ જયદિપસિંહ (રામરાજા) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડે.મેયર નરેન્દ્રસિંહ (ટીકુભાઇ) જાડેજા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળા અને મહિલા કોંગ્રેસ અગ્રણી ગાયત્રીબા વાઘેલા સહીતના અગ્રણીઓ ઉ5સ્થિત રહ્યા હતા.
ધો. 5 થી મેડિકલ સુધી અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભાઇ-બહેનોનું મહાનુભાવોના હસ્તે સન્માનીત કરાયા
મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજસિંહ, માંધાતાસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ અને રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ
ક્ષત્રિય પરંપરા મુજબ સંસ્થાનના હોદ્દેદારો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યા હતું અશોકસિંહ વાઘેલાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો.કે શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા સમાજલક્ષી પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં વિધાર્થી સત્કાર સમારોહ, દશેરાએ શસ્ત્ર પુજન અને શોભાયાત્રા, નોટબુક વિતરણ અને સ્નેહ મિલન જેવા સામાજિક કાર્યો કરી અને સમાજના ઉત્થાનનું કામ કરી છે. સંસ્થા દ્વારા સુવર્ણ જયંતિ વર્ષ ની ઉજવણી કરવામાં આવશે જેમાં સમયની માંગને ધ્યાને લઈ આગામી વરસમા બ્લડ ડોનેશન,મેડિકલ કેમ્પ,ક્રિકેટ ટુર્નામેન્ટ,રાસોત્સવ,સરકારી વિવિધ યોજનાના વિસ્તાર વાઈઝ કેમ્પ, ક્ષત્રિય પરીધાન, સાફા ટ્રેનીંગ અને રાસોત્સવ કરી ક્ષત્રિયોની પરંપરાને જીવત રાખી યુવાનોના ભાવિ ધડતરોનું સિંચન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મંત્રી દેવેન્દ્રસિંહ (ટીકુભાઈ) જાડેજાએ આ તક્કે શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા આયોજિત કાર્યક્રમને પોતીકો બનાવી ઉપસ્થિત રહી પોતાનો કિંમતી સમય આપવા બદલ મહાનુભાવો અને મોટી સંખ્યામાં બહારગામ અને શહેરમાંથી પધારેલા ભાઈ – બહેનોનો આભાર માની આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) અને શૈલેન્દ્રસિંહ જાડેજા (કોઠારીયા) દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ ના પ્રમુખ માંધાતાસીહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે દેવેન્દ્રસિંહ (ટીકુભાઈ)જાડેજા(કોઠારીય),અશોકિસંહ વાધેલા(લોલીયા), શૈલેન્દ્રસિંહરાણા(દુધરેજ), ભરિતસંહજાડેજા(વાગુદડ), રાજદિપસીહ(રાજાભાઈ) જાડેજા(વાવડી), આદિત્યસિહ ગોહીલ(ખીજડીયા),મયુરસિંહ જાડેજા(વાગુદડ),રત્નદિપસિંહ જાડેજા(સગાડિયા)સતુભા જાડેજા(પડવલા)ઇન્દ્રજીતસિંહ જાડેજા(ઠેબચડ)મહીરાજસિંહ ઝાલા(રતનપર),રવિરાજસિંહ ઝાલા(સ દાદ), હિતેન્દ્રસિંહ વાધેલા(બકરાના)વિરેન્દ્રસિંહ જાડેજા( ઉજઘ),જયદેવસિંહ જાડેજા(રીબ)દુષ્યંતસિંહ જાડેજા(શાપર)સત્યજીતસિંહ જાડેજા(કાલીપાટ),વિજયસિંહ જાડેજા(રાજપરા), મયુરસિંહ પરમાર (લક્ષ્મીવાડી),દિલજીતસિંહ જાડેજા(ભાતેલ),આઇ.એમ.જાડેજા(મીતાના),સહદેવસિંહ જાડેજા(માલીયાસણ),વિરમદેવસિંહ ચુડાસમા(પરબડી),જીતુભા જાડેજા(ભરુંડી) ,વિજયસિંહ જાડેજા(માલીયાસણ) અને હરપાલસિંહ જાડેજા (જગામેડી) સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક
સૌરાષ્ટ્રનું રજવાડું અને કોટડા સાંગાણી નજીક કેળવણીપ્રિય ભાડવાના રાજવી ચંદ્રસિંહજી ગૌસેવા ,ગૌરક્ષા અને ગીર ગાય સંવર્ધનના હિમાયતી અને કાઠીયાવાડી અશ્વ ના સંવર્ધનમાં તેમનું મહત્વનું યોગદાન હતુંઆઝાદી પછી ભારતના બે રજવાડા જૂનાગઢ અને હૈદરાબાદ પાકિસ્તાનમાં ભડીયા ન હતા.
ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે પરિસ્થિતિના ઉકેલ માટે ભાડવા ચંદ્રસિંહજી દરબાર ને જવાબદારી સોંપી હતી. જૂનાગઢમાં આરજી હુકુમતની રચના કરીને જૂનાગઢ ચળવળ કરીને ભારતમાં ભેળવવામાં ખૂબ જ શૂરવીરતા દાખવી હતી.
શિક્ષણ એ માત્ર ઉપાર્જનનું માધ્યમ નથી, શિક્ષણ એ આપણી પરંપરાનો અમૂલ્ય ખજાનો: માંધાતાસિંહજી
શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલના પ્રમુખ અને સમારંભના પ્રમુખ સ્થાનેથી ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા ઓફ રાજકોટએ જણાવ્યું હતું કેે સ્ટડી સર્કલના પૂર્વ અને વર્તમાન સૈા સથીદારોને હું માનભેર અને ગોરવપૂર્વક યાદ કરી ક્ષત્રિય સમાજની સેવા અને શિક્ષણ માટે શરૂ કરેલા મહાયજ્ઞ બદલ સાપત્યે આદર અને અનુરાગ વ્યક્ત કરૂ છું.
એમણે વધુમાં કહયુ કે : “ઉદયપુર મેવાડ એટલે “The world’s Longest serving Dynasty ‘ જે મેવાડ Dynasty A ’એકલીગજી મહારાજ (મહાદેવ)” ને પુરા લગન સાથે, ભક્તિ અને સમર્પણ સાથે સેવા કરી અને ટ્રસ્ટીશીપની ભાવના સર્વોચ્ચ રાજવ્યવસ્થા અને લોક કલ્યાણના કાર્યો સાથે કાર્યાન્વિત કરી રહયા છે.તેવા ક્ષત્રિયત્વ અને ધર્મત્વથી છલકતા મેવાડ રાજવંશના યુવા, તેજસ્વી, ગતિશીલ, ઉદ્યમશીલ, ધર્મ અને પરંપરા માટે કટિબધ્ધ, વંશજ મહારાજ કુમાર સાહેબ લક્ષ્યરાજસિંહજી મેવાડ ઓફ ઉદયપુર સારાષ્ટ્રની ધરતી પર આપણા મહેમાન બન્યા છે. તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરતા ધન્યતા અનુભવું છું.” મહારાજ કુમાર સાહેબ આપની હાજરીથી અમારા વિદ્યાર્થીઓને એક વિશિષ્ટ માર્ગદર્શન, આજના યુગનો
perspective (પરિપેક્ષ્ય), આપની શીખ, વિચારધારા, આપનો વાત્સલ્ય ભર્યો સંદેશ ક્ષત્રિય સમાજના દીકરા-દીકરીઓને આજીવન યાદ રહેશે, જીવન મંત્ર બની રહશે.
માંધાતાસિંહજીએ સન્માનાર્થીઓને અભિનંદન પાઠવતા કહયું કે શિક્ષણનો અર્થ નોલેજ – જ્ઞાન એટલોજ નથી થતો. શિક્ષણમાં જીવન પણ છે. શિક્ષણ એ માત્ર વ્યવસ્થા નથી, શિક્ષણ એ કર્તવ્ય પણ છે. શિક્ષણએ માત્ર ઉપાર્જનનું માધ્યમ નથી, શિક્ષણએ આપવાની પરંપરાનો અમુલ્ય ખજાનો છે. શિક્ષણએ જીવનને માત્ર આત્મનિર્ભર નથી બનાવતુ પરંતુ શિક્ષણ મનુષ્યને સમાજમાં ગૌરવભેર જીવવાની પ્રેરણા પણ આપે છે.
તેમણે ઉમેર્યુ કે – આપણે સૈા સંઘભાવનામાં રહીએ, આપણાં સમાજને શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય જાગૃતિ કેળવવા આહવાન કરીએ. સમાજના યુવાનો અને તિઓને આપણી પરંપરા અને વારસાને જાળવતા શિખવીએ, આપણે શિક્ષણક્ષેત્રે સર્વોચ્ચ સોપાનો સર કરીએ સમાજનું ઋણ અદા કરી રાજય અને કેન્દ્રના વિકાસના કાર્યોમાં સમાન સહભાગી બનીએ. એક્તાએ આપણી શક્તિ છે, શક્તિએ આપણો જીવન મંત્ર છે.તેમ અંતમા જણાવ્યું હતું.
શિક્ષણનો ખરો મર્મ તો સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડી વારસો ભાવિ પેઢીને આપી: રીવાબા જાડેજા
કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જનસમૂહને જણાવ્યું હતું કે, મારા પૂર્વ મહાનુભાવ વક્તાઓએ શિક્ષણ અને સામાજિક એકતા અંગે પ્રેરક ઉદબોધનમાં શિક્ષણના માધ્યમથી ભાવિ પેઢીનું કેવી રીતે નિર્માણ કરી શકાય ?તે અંગે મનોમંથન સૂચન કર્યું છે. અહીં ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવો માં હું કદાચ ઉંમરમાં સૌથી નાની હોઈશ ..મને અહીં મારા વિચારો રજૂ કરવાની તક આપી તે બદલ હું સૌનો આભારી છું, હું એક શ્લોકથી મારા વિચારો ની રજૂઆતનો પ્રારંભ કરું છું કે “વિદ્યા ર્થી વિનય મળે, વિનયથી પાત્રતા પાત્રતાથી ધન મળે અને ધનથી સુખ વૈભવ અને નામ પ્રાપ્ત થાય છે”..- આપણો સમાજ દીર્ઘકાલીન રીતે સમય સાથે કદમ થી કદમ મિલાવીને આગળ વધનારો સમાજ છે. ક્ષત્રિય સમાજની ગૌરવ ગાથા શિક્ષણના વિકાસ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ ગૌરવશાળી છે શિક્ષણની ઉન્નતીમાં ક્ષત્રિય સમાજના યોગદાન ની વાત કરીએ તો જેમાં ડોક્ટર બાબા સાહેબને ઉચ્ચ શિક્ષણ માટે ગાયકવાડ મહારાજે ન્યૂયોર્કની યુનિવર્સિટીમાં ત્રણ વર્ષના માટે સ્કોલરશીપ આપી હતી. જામનગરના મહારાજા દિગ્વિજયસિંહએ
પોલેન્ડ થી આવેલા બાળકો અને મહિલાઓને આશરો આપ્યો તેમને ભણાવ્યા અને તેમની જ ભાષાના શિક્ષકોની અત્યારની બાલાચડી સૈનિક સ્કૂલ માં તેમણે વ્યવસ્થા કરી.
મારું વ્યક્તિગત એવું માનવું છે કે શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન નથી, લખતા વાંચતા આવડી જાય ફટાફટ ઇંગલિશ બોલીને વિશ્વ સાથે જોડાઈ શકીએ પણ શિક્ષણનો ખરો મર્મ તો ત્યારે જળવાઈ જ્યારે આપણે આપણા સંસ્કૃતિ સંસ્કાર સાથે જોડાએ અને આપણો વારસો આપણી ભાવિ પેઢીને આપીએ અને તેનું જતન થાય ત્યારે શિક્ષણ ખરા અર્થમાં સાર્થક ગણાય..
હવે યુગ બદલાયો છે રજવાડાના તલવારના સમયથી લઈને આજે આપણે કલમ સુધી પહોંચ્યા છીએ કલમ એટલે શિક્ષણ શિક્ષણ સમાજને જોડવાનું કામ કરે છે. કે સાંસ્કૃતિક વારસો એ સંસ્કૃતિની ધરોહર છે. રાજમાતા મીનળદેવી એક એવા રાજવી હતા કે જેમણે મલાવ અને મુંજસર તળાવ ના બાંધકામમાં શિક્ષણ અને આર્કિટેકના સમન્વયની સાથે સાથે ન્યાયનું સંતુલન પણ કર્યું હતું ,આજે પણ લોકો કહે છે કે રાજ ઘરાના નો ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો..
કહેવત છે કે માં કરતા દીકરા સવાયો હોય રાજા સિધ્ધરાજસિંહ સોલંકી એ હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દકોશ ની રચના કરાવી હતી,,,! આ ક્ષત્રિય પરંપરા ની શિક્ષણ સાધના છે.
કોઈ મને કહી શકશે કે ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કયો છે. અને તેનું સર્જન કોણે કરાયું હતું?. મને મારો જવાબ મળી ગયો ગોંડલના સર ભગવતસિંહજી મહારાજે ગુજરાતી શબ્દકોશ ની રચના કરાવી હતી આ છે આપણા ભવિષ્યના નિર્માણ માટે ભૂતકાળના ભવ્ય વારસા ને સજીવન કરવાની અનુભૂતિ થાય છે. તેમ અંતમાં જણાવ્યું હતું.
પહેલા શિક્ષણ માટે સરકારમાં હવે શિક્ષણની વ્યવસ્થા માટે સમાજમાં: પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ
આ તકે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હળવી શૈલીમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને એક્ઝેટ 33% બહેનો બધાને ખૂબ મજા પડી ગઈ છે… હો બે દિવસ પહેલા જાહેરાત થઈ અમારે જરૂરત છે બધા તૈયાર થઈ જજો હો…. મારું બાયપાસ કરાવ્યા પછીનું આ પ્રથમ ફંકશન છે. ડોક્ટર કહે જાળવજો હો જરા… મેં કીધું ડોક્ટર તમે દવા આપો છો ને સાથે સાથે પ્રવાસ, ફંક્શન અને ભાષણ અમારા માટે ટોનિક છે તો હું જલ્દીથી સારો થઈ જઇસ્ અને જસ તમને મળશે. સંસ્થા 48 વર્ષ ચાલે શૈક્ષણિક કામમાં પૂરા કરે અને 49 માં વર્ષમાં પ્રવેશ કરે ત્યારે હું એક સમાજના આગેવાન તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું બસ આ જ ગતિએ આપણે 50 વર્ષ ની ઉજવણી કરીએ અને કોઈ મોટા મેદાનમાં ભેગા થઈએ પછી 75 વર્ષ અને એમાં પણ અહીંયા બદલાતા જાય ત્યાં પણ બદલાતા જાય પણ હેતુ એનો એ જ રહે. આપણા વડવાઓની દીર્ઘદૃષ્ટિ અદભુત છે. ક્ષત્રિય સમાજએ શિક્ષણની જે વ્યવસ્થા ઉભી કરી કે કોઈ કલ્પના કરો કે એને 100 વર્ષ પુરા થયા ધંધુકા ,
સાણંદ , લીંબડી અને હરભમજી છાત્રાલય પરંતુ સમાજ જ્યારે બેઠો હોય ત્યારે મારે એક ટકોર પણ કરવી છે કે અન્ય કોઈ સમાજના છાત્રાલયને હજુ 50 વર્ષ પણ પૂરા થયા નથી. પરંતુ અત્યારે અન્ય સમાજની સરખામણીમાં આપણે અને આપણો સમાજ ક્યાં છે?
એ મારે કહેવાની જરૂર નથી… તો ખુટે છે શું? તેનો વિચાર આવતા દિવસોમાં કરવો પડશે આર્થિક રીતે સંપન્ન સમાજ.. અન્ય સમાજ આપણા જેટલો સમર્થ નહોતો આજે દરેક ક્ષેત્રમાં હું એક સમાજના આગેવાન તરીકે વિચાર કરું કે વોટ ઈઝ રીઝલ્ટ વાય! તેમાંથી પ્રેરણા લો મારે અને તમારે હરીફાઈ કરવી પડશે આર્થિક રીતે સધ્ધર બનવું પડશે શિક્ષણમાં હરિફાઇ કરવી પડશે હવે એ સમય ગયો કે મંત્રી ફોન કરે એટલે નોકરી મળી જાય હવે એ શક્ય નથી મને યાદ છે કે ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સરવૈયા હતા હું અને શંકરસિંહજી સમાજના કામ માટે ગયા હોઈએ કોઈ આવ્યું હોય કે સાહેબ તમારી સાથે આટલા વર્ષોથી જોડાયેલો છું આ છોકરાનો છોકરો છે જરા જોઈ લો ને કેટલું ભણેલો છે કહે આઠ પાસ છે ચાલો કાલથી ડ્રાઇવર ,ક્લાર્ક અને પટાવાળા માં લાગી જજે એ જમાનો હતો
પહેલા શિક્ષણ માટે સરકારમાં સમય આપતો હતો હવે સમાજ માટે જીલ્લે જિલ્લે ફરીને શિક્ષણની વ્યવસ્થા વર્ગો ઊભા કરવા માટે પૂરતો સમય આપું છું દીકરીઓને રહેવાની વ્યવસ્થા નથી. સમાજમાં એટલી બધી પ્રતિભા સમાયેલી છે
અહીં સમયની મર્યાદા છે પણ આદત સે મજબૂર.. આટલું સરસ ઓડિયન્સ હોય અને ત્રણ ચાર મહિના પછી માઈક મળ્યું હોય… અને જે કામ જિંદગી આખી ઘટતો આવ્યો હું અને એ જ કામની વિગત તમને આપવાની હોય. સાથે લાગણી જોડાયેલી હોય ત્યારે અનુભૂતિ કંઈક અલગ હોય.
હું ફરીવાર ચંદ્રસિંહ ભાડવા સ્ટડી સર્કલને સમાજના આગેવાન તરીકે અભિનંદન આપું છું. આ જ પ્રકારની પ્રવૃત્તિ તાલુકા મથકે ઊભી થાય અને સફળ થાય જે જે વિદ્યાર્થીઓને અહીંથી સન્માનિત કરાયા છે તે પણ જીવનમાં ખૂબ આગળ વધે તેવી પ્રાર્થના સાથે તમામનો આભાર માન્યો હતો.
માતૃભાષા અજ્ઞાનથી જ્ઞાન સુધી પહોંચાડે: લક્ષ્યરાજસિંહ
હું મારી માતાની ગોદમાં બેઠો હોય તેવો પ્રેમ રાજકોટવાસીઓએ આપ્યો: કુમાર મેવાડ
સમારંભ ના અધ્યક્ષ સ્થાનેથી યુવા આઇકોન ,શિક્ષણના હિમાયતી અને રાષ્ટ્રભાવનાના પ્રહરી , અને ભારતના સમૃદ્ધિ તેમજ ઐતિહાસિક વારસામાં અમર રાજવી મહારાજ કુમાર લક્ષયરાજસિંહજી ઓફ મેવાડ ઉપસ્થિત જોમ અને જુસ્સા સાથે જણાવ્યું હતું કે ખરેખર મને એવું લાગે છે કે 10 અને 12 ની બોર્ડની પરીક્ષા એક સાથે હોય અને તૈયારી કેમેસ્ટ્રીની કરીને આવ્યો હતો.અને હાથમાં હિન્દીનું પેપર આવી ગયું. અહીં તમારો સ્નેહ જોઈને મને એક વાત સમજાઈ ગઈ કે મારે કેટલું બોલવાનું છે. જે પાઠશાળામાં આપણને ઈશ્વરે મોકલ્યા છે અને શક્તિ આપી છે તેના દ્વારા છેક મેવાડથી અહીં પહોંચ્યો છું. હવે તમેજ બતાવો કે અકડ તો મૃત્યુ પામનારમાં હોય જીવતા તો હંમેશા વિનમ્ર હોવા જોઈએ મને અહીં વિનમ્રતાનો ભાવ દેખાઈ રહ્યો છે.. હું કાંઈ વિચારીને બોલવાનો નથી અને તમારે સાંભળીને વિચારવાનું નથી. મને એક વાતની ખુશી છે ખરેખર વાત કહું તો મને એવું લાગે છે કે હું વ્યવહારમાં ક્યાંક હું મારી માતાની ગોદમાં બેઠો છું. જે ભાવ પ્રેમ અને પોતીકાપણું મને આપ અને રાજકોટ વાસીઓએ આપ્યો છે. તેનું વર્ણન કરવા ખરેખર મારા પાસે આજે શબ્દો ખૂટી ગયા હોય તેવો હું અનુભવ કરું છું.
ઘણું બોલવાનું વિચારીને આવ્યો હતો. પરંતુ સમય જેમ જેમ વીતતો જાય છે તેમ તેમ કંઈક અલગ જ અનુભવ થતો જાય છે હું એક વાત તમને કહી દઉં આજે આ ખૂબ જ અદભુત કાર્યક્રમમાં સ્વયં હું જેની પાસેથી શિક્ષણ લીધું તેવા મારા શિક્ષક અહીં મોજુદ છે.. આપ મારી વાત તમે જે દ્રષ્ટિ કોણ થી મૂલવી હોય તે
પરંતુ અહીં તો માહોલ કંઈક અલગ જ છે. તમામ વક્તાઓ અને શ્રોતાઓમાં ભાષા પ્રત્યેની લાગણી લગાવ અને ચીવટ મને ગમી ગઈ આમ તો ગુજરાતી ભાષા મારા માટે મિત્ર જેવી છે હું બેફામ ગુજરાતી બોલી શકું છું પણ અહીં શિસ્ત ની વાત છે એટલે હું માતૃભાષામાં બોલવાનું પસંદ કરીશ
મને કંઈ પણ કહેવાનો અધિકાર મળ્યો છે. તેના બે કારણ છે એક તો મારી માતા ગુજરાતના છે .અને મેવાડ સ્થાપના પણ અહીંથી થઈ છે. એટલે મને તમે મહેમાન ન ગણતા પોતીકો ગણજો.. આ પરંપરા અહીં અટકવા ન દેતા મને વારંવાર આમંત્રણ આપજો અને હું વારંવાર આવતો રહીશ કોઈ વિદ્વાને સારું કહ્યું છે કે માતૃભાષા આપણને આપણી સંસ્કૃતિ શીખવે છે.
અંગ્રેજી ભાષા ની શરૂઆત એ ફોર એપલ થી થઈને જેડ ફોર ઝીરો સુધી મા પૂરી થઈ જાય છે સફરજન થી સફર શરૂ કરાવીને તમને શૂન્ય બનાવી દે છે અને આપણી માતૃભાષા કેવી સમૃદ્ધ છે કે અ અનપઢ અજ્ઞાનથી શરૂ થઈને. જ્ઞાન્ સુધી પહોંચાડે છે
’સમય આવે છે સમય જાય છે સમયને સંભાળીને રાખજો સમય જ “કસમયે’ કામ આવે છે” આ સમયની આપણે સૌએ કદર કરવાની જરૂર છે કોઈપણ મુદ્દે મોકો મળે એટલે ટીકા કરવાનું આપણે ચૂકતા નથી..
હું એક દ્રશ્યોને મારી વાત દ્વારા રજુ કરવા માગું છું પરંતુ મારી એક વિનંતી છે કે જ્યાં સુધી મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી તમે તમારી ભાવના અને તાલી વગાડવાનું રોકી શકો તો રોકી લેજો. સંસ્કૃતિ પરંપરા અને વિરાસત ને સંસ્કારથી ગૌરવ કેવી રીતે વધારી શકાય તેવું વ્યક્તિત્વ અહીં જ મોજુદ છે ભારત પાકિસ્તાન વચ્ચેના મેચમાં ભારતના વિજયમાં સિંહ ફાળો આપનાર રવીન્દ્ર જાડેજા દર્શકો અને ભારતીયો માટે હીરો બની ગયા ત્યારે તેમના ધર્મ પત્ની રિવાબા જાડેજાએ મેદાન પર જઈ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ માથે સાડીનો પાલવ ઓઢી પતિ પરમેશ્વરની સંસ્કૃતિ અને ભારતીય અને ક્ષત્રિય નારીએ ગૌરવ વધે તેવી રીતે પતિ રવીન્દ્ર જાડેજા ને ચરણ સ્પર્શ કરી વંદન કર્યાની ઘટનાનું નિરૂપણ કરીને વિશ્વ સમક્ષ ઉજાગર કરી હતી. કરોડો દર્શકો સમક્ષ સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.
લગભગ દોઢસો વર્ષ પહેલા મેવાડના ઉદયપુરમાં શંભુ પાઠશાળા ના નામે મહારાણા શંભુ પ્રસાદ દ્વારા દ્વારા બાલિકા પાઠશાળા નું પ્રારંભ કરવામાં આવ્યું હતું જે આજે પણ ચાલે છે અને બહેનોને શિક્ષણ આપવામાં આવે છે. તેમ અંતમા જણાવ્યું હતું