અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનાં મહત્વનાં ચુકાદા પર સૌની મંડાયેલી મીટ
અબતક, રાજકોટ
અમદાવાદમાં 14 વર્ષ પહેલાં એક સાથે 20 સ્થળે ત્રાસવાદી અને પ્રતિબંધીત સીમીના કાર્યકરો દ્વારા 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાની ચકચારી ઘટનાનો અમદાવાદમાં સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી પુરી થતા ન્યાયધીશ એ.આર.પટેલે વર્ચ્યુઅલ ચકાદો જાહેર કર્યો છે. 49 આંતકવાદીઓને દોષિત ઠેરવી સજા અંગેનો ચુકાદો આજે જાહેર કરવામાં આવવાનો હોવાથી સવારથી જ સ્પેશયલ કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ રાજયના મહત્વના શહેરોમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
ગત તા.26 જુલાઇ 2008ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ, મણીનગર, ઠક્કરબાપાનગર, બાપુનગર, હાટકેશ્ર્વર સર્કલ, જવાહર ચોક, ખાડીયા, સરખેજ, રાયપુર, નારોલ, સારંગપુર, ઇશનપુર અને ગોવિંદવાડી સહિત 20 સ્થળે 21 જેટલા ટાઇમર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવતા 56 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને 200 જેટલા લોકો ઘવાયા હતા. બોમ્બ બ્લાસ્ટના પગલે અમદાવાદમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
આતંકીઓને ફાંસી અને આજીવન કેદની સજાની શકયતા સાથે કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
બોમ્બ બ્લાસ્ટની ઘટનાની એટીએસ સહિત સમગ્ર રાજયની પોલીસ તપાસમાં જોડાઇ હતી. જેમાં કુલ 78 શખ્સો સામે અમદાવાદમાં 20 એફઆઇઆર અને સુરતમાં 15 એફઆઇઆર નોંધવામાં આવી હતી. બોમ્બ બ્લાસ્ટના કુલ 35 કેસમાં 9800 પેઇઝનું પ્રાથમિક તપાસ પુરી કરી ચાર્જશીટ તૈયાર કરાયું હતુ. ત્યાર બાદ કુલ 547 ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયું હતું. જેમાં 3,47,800 પેઇઝનું તોતીંગ તહોમતનામ તૈયાર કરાયુ હતું. 78 આરોપીઓ પૈકીના એક શખ્સ સાહેદ બન્યો હતો અને એક શખ્સનું ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે મુખ્ય સુત્રધાર યાસિન ભટકલ સામે અલગથી ટ્રાયલ ચલાવમાં આવશે
13 વર્ષની સુનાવણી દરમિયાન નવ જજ બદલાયા છે. આ કેસમાં ચાર સરકારી વકીલ બદલાયા છે. 1230 જેટલા સાહેદોને પડતા મુકવામાં આવ્યા છે. 1163 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી છે. 74 આરોપીઓના ફરી નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસમાં 6 હજારથી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા છે.
20 સ્થળે 21 વિસ્ફોટમાં 56 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા
સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે ડે ટુ ડે કેસની સુનાવણી ચલાવવાનો હુકમ કરતા કોરોનાની મહામારી સમય દરમિયાન પણ ડે ટુ ડે કાર્યવાહી કરવામાં આવી હતી. કેસની સુનાવણી પુરી થતા ભદ્ર વિસ્તારની સિટી સેશન્સ કોર્ટમાં મહત્વના કેસમાં સૌ પ્રથમ વખત વર્ચ્યુઅલ ચુકાદો જાહેર કરાયો છે. જેમાં જજ અંબાલાલ પટેલે બોમ્બ બ્લાસ્ટના 49 આંતકવાદીઓને દોર્ષિત જાહેર કર્યા બાદ તેઓને સોમવારે સજા સંભળાવવામાં આવનાર છે. આ કેસમાં 28 શખ્સોને પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો કર્યો છે.
ભારતનું વ્યવસ્થા તંત્ર સબળ, પોતાની સમસ્યા ઉકેલી શકે છે
2002ના ગુજરાત રમખાણોનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગાજયો
2002ના ગુજરાત રમખાણો પર બુધવારે હાઉસ ઓફ કોમન્સની ચર્ચા ચેમ્બરમાં “ચર્ચાની નોંધ” લેતા, લંડનમાં ભારતીય હાઈ કમિશને કહ્યું છે કે ભારતીય વ્યવસ્થા તંત્ર સબળ છે. ભારત પોતે પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા સમર્થ છે. યુકેની સંસદમાં આ મુદ્દો ગુંજવા લાગ્યો હતો. બુધવારે લેબર સાંસદ કિમ લીડબીટરે કહ્યું હતું કે રમખાણોમાં બે બ્રિટિશ નાગરિકો માર્યા ગયા હતા અને ભારતે તેમના અવશેષો પરત કરવા જોઈએ. તેમણે કહ્યું કે યુકે સરકારે આ મુદ્દો ભારત સમક્ષ મૂકવો જોઈએ અને પૂછવું જોઈએ કે તેમનું મૃત્યુ કયા સંજોગોમાં થયું હતું. ભારતીય હાઈ કમિશનના ઈન્ચાર્જ વિશ્વેસ નેગીએ કહ્યું કે, સંસદમાં આ મુદ્દો ઉઠાવનાર સાંસદે ક્યારેય હાઈ કમિશનનો સંપર્ક કર્યો નથી. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારજનોએ પણ આવી કોઈ માહિતી કે માંગણી કરી નથી.
સાંસદે તેમના ભાષણમાં કહ્યું હતું કે 2002ના રમખાણોમાં યુકેના ત્રણ નાગરિકો અને તેમના ભારતીય ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી. આ ત્રણ નાગરિકોમાંથી બે દાઉદ પરિવારના હતા અને તેમના વિસ્તારના રહેવાસી હતા. તેણે કહ્યું કે 28 ફેબ્રુઆરીના રોજ તે તાજમહેલ જોઈને પાછો આવી રહ્યો હતો. જ્યારે તે ગુજરાતની સરહદે પહોંચ્યો ત્યારે તેની જીપ રોકી દેવામાં આવી અને ભીડે તેનો ધર્મ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો. જ્યારે તેણે કહ્યું કે તે મુસ્લિમ છે, તો ટોળાએ તેને મારી નાખ્યો.