રાજકીય પક્ષો અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારને મતદારો કરશે મતાધિકારથી પસંદ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ અમરેલી જિલ્લામાં આજે તા.01 ડિસેમ્બરને ગુરુવારના રોજ મતદાન થશે. જિલ્લાની કુલ 05 વિધાનસભા બેઠકોમાં 49 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.  94 ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ઉમેદવારો તરીકે કાકડીયા જયસુખભાઈ (કાકડીયા જેવી) ભારતીય જનતા પાર્ટી,  કીર્તીકુમાર કમુભાઈ બોરીસાગર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પાયલ ભાવિન પટેલ જનતા દળ સેક્યુલર, ભૂપતભાઈ છગનભાઈ ઉનાવા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી,  વિજયભાઈ અમૃતભાઈ ચાવડા, સતાસીયા કાંતીભાઈ શંભુભાઈ આમ આદમી પાર્ટી, સુરેશભાઈ દીલુભાઈ પરમાર રાષ્ટ્રીય પાવર પાર્ટી, સોજીત્રા હિતેષભાઈ ગોબરભાઈ રાષ્ટ્રીય હિંદ એકતાદળ પાર્ટી, ચકુરભાઈ પરશોતમભાઈ રૂડાણી અપક્ષ, પરમાર ઈમરાનભાઈ વલીભાઈ અપક્ષ, વાળા ઉપેન્દ્રભાઈ વલકુભાઈએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

95-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા બેઠકમાં કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા ભારતીય જનતા પાર્ટી, ધાનાણી પરેશકુમાર ધીરજલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ગોહિલ મુકેશભાઈ ખીમજીભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રવિભાઈ ધાનાણી આમ આદમી પાર્ટી, વિનુભાઈ ચાવડાએ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. 96-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારમાં જનકભાઈ તળાવીયા ભારતીય જનતા પાર્ટી, વિરજીભાઈ ઠુંમર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જગદીશચંદ્ર માયાણી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, જે.આર. પરમાર રાઈટ ટુ રીકોલ પાર્ટી, જયસુખભાઈ રવજીભાઈ આમ આદમી પાર્ટી, દિલાભાઈ કોરેજા અપક્ષ, મુના નકુમભાઈ બાવળીયાએ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

97-સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં કસવાલા મહેશભાઈ ભારતીય જનતા પાર્ટી,  સુશ્રી ગીતાબેન નાજાભાઈ મારૂ બહુજન સમાજ પાર્ટી, પ્રતાભાઈ દુધાત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, નાનાલાલ કાલીદાસ મહેતા રાષ્ટ્રીય સમાજ દળ, ભરતભાઈ નાકરાણી આમ આદમી પાર્ટી, મકવાણા ભરતભાઈ કાળુભાઈ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, કિશોરભાઈ બગડા અપક્ષ, યુનુસભાઈ દોલાભાઈ જાદવ અપક્ષ, શબ્બીરભાઈ અલારખભાઈ મલેક ઉર્ફે પીન્ટુભાઈ મલેક અપક્ષ, સૈયદ નૌશાદ રહીમમીયા કાદરી અપક્ષ, હકુભાઈ વાળાએ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. 98-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં અંબરીષકુમાર જીવાભાઈ ડેર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ,  હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટી, ગાહા મજીદભાઈ સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઈન્ડિયા, ચંપુભાઈ ધાખડા ગુજરાત નવનિર્માણ સેના, ભરતકુમાર બલદાણીયા આમ આદમી પાર્ટી, કરણભાઈ બારૈયા અપક્ષ, ગીતાબેન ભરતકુમાર પરમાર અપક્ષ, ચંપાબેન નરશીભાઈ રાઠોડ, મુક્તાબેન કમલેશભાઈ પરમાર અપક્ષ, રાજેશભાઈ નટુભાઈ જોષી અપક્ષ, વાઘ શીવાભાઈ ભાણભાઈ અપક્ષ, વાઘ હરસુરભાઈ વાલેશભાઈ, વિજ્યાબેન ગીરીશભાઈ પરમાર અપક્ષ, શ્ર્વેતાબેન બુધાભાઈ વાઘેલાએ અપક્ષ ઉમેદવાર  તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.