પડધરી-ટંકારા વિધાનસભા બેઠકની મતદાનની ટકાવારી સમગ્ર જિલ્લામાં મોખરે: બપોરના સમયે આકરા તાપના કારણે મતદાન મથકો ઉપર મતદારોની ભીડ ઘટી: ૬૫ ટકા જેટલું મતદાન થાય તેવી સંભાવના
રાજકોટ જિલ્લામાં બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૯.૫૮ ટકા મતદાન નોંધાયું છે. જેમાં પડધરી-ટંકારા વિધાનસભા બેઠકમાં મતદાનની ટકાવારી મોખરે રહી છે. કોંગી ઉમેદવાર જે વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે તે પડધરી-ટંકારા બેઠકના ૫૩.૯૨ ટકા મતદાન નોંધાયું છે.હાલ સાંજે ૬ વાગ્યા સુધીમાં મતદાન ૬૫ ટકાની આસપાસ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આજરોજ લોકસભાની ચૂંટણીમાં સવારે ૭ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂથઈ હતી. રાજકોટ જિલ્લાના ૨૦૫૦ મતદાન મથકો પર આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો આરંભ થયો હતો. ૨૦૫૦ મતદાન મથકો પૈકી જે સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા તે તમામ મતદાન મથકો પર જિલ્લા ચૂંટણી તંત્રએ વિશેષ ધ્યાન આપી કોઈ અનિશ્ર્ચનીય બનાવ ન બને તે માટે વિશેષ તકેદારી રાખી હતી.રાજકોટ જિલ્લામાં સવારે ૭ થી બપોરે ૩ વાગ્યા સુધીમાં ૪૯.૫૮ ટકા મતદાન નોંધાયું છે. બપોરે ૩ વાગ્યા સુધીના મતદાનના આંકડા પર નજર કરીએ તો ૬૬ ટંકારા વિધાનસભા બેઠકમાં ૫૩.૯૨ ટકા, ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠકમાં ૫૧.૫૭ ટકા, ૬૮-રાજકોટ પૂર્વમાં ૪૯.૮૩ ટકા, ૬૯-રાજકોટ પશ્ર્ચિમમાં ૫૧.૮૪ ટકા, ૭૦-રાજકોટ દક્ષીણમાં ૫૦.૫૮ ટકા, ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૪૯.૦ ટકા જયારે ૭૨-જસદણમાં ૩૯.૦૪ ટકા મતદાન નોંધાયું છે.
રાજકોટ લોકસભા બેઠકની મતદાનની ટકાવારી
વિધાનસભા બેઠક | ૭ થી ૯ કલાક | ૭ થી ૧૧ કલાક | ૭ થી ૩ કલાક |
૬૬-ટંકારા | ૧૪.૫ ટકા | ૩૩.૦૫ ટકા | ૫૩.૯૨ ટકા |
૬૭-વાંકાનેર | ૧૩.૫૧ ટકા | ૩૦.૮૭ ટકા | ૫૧.૫૭ ટકા |
૬૮-રાજકોટ પૂર્વ | ૯.૭૩ ટકા | ૨૩.૭૫ ટકા | ૪૯.૮૩ ટકા |
૬૯-રાજકોટ પશ્ર્ચિમ | ૯.૭૨ ટકા | ૨૪.૮૨ ટકા | ૫૧.૮૪ ટકા |
૭૦-રાજકોટ દક્ષિણ | ૯.૩૧ ટકા | ૨૩.૯૩ ટકા | ૫૦.૫૬ ટકા |
૭૧-રાજકોટ ગ્રામ્ય | ૧૦.૬૫ ટકા | ૨૬.૦૩ ટકા | ૪૯.૦૧ ટકા |
૭૨-જસદણ | ૧૦.૨૨ ટકા | ૨૪.૧૨ ટકા | ૩૯.૦૪ ટકા |