સોરઠીયાવાડી સર્કલ પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાએ ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સમાજના લોકોએ ફુલહાર કરી નમન કર્યા
જેઠ સુદ ત્રીજનાં રોજ મહારાણા પ્રતાપ નો જન્મ થયો હતો. આજે મહારાણા પ્રતાપની 484મીની જન્મજયંતિ રાજકોટ સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. જયંતિ એમનો પ્રશંશક વર્ગ હિંદુ તિથી પ્રમાણે ઉજવે છે, એટલે કે જેઠ સુદ ત્રીજનાં રોજ. મહારાણા પ્રતાપ નો જન્મ થયો હતો.
મહારાણા પ્રતાપ ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.
હલ્દીઘાટીની લડાઈ 18 જુન 1576, જેઠ સુદ ત્રીજ ના દિવસે થઈ હતી. યોગ સંજોગ જુઓ કે હલ્દીઘાટીનું એ મહાન યુદ્ધ થયુ એ દિવસે તિથિ જેઠ સુદ ત્રીજ હતી અને તિથિ પ્રમાણે મહારાણા પ્રતાપ નો જન્મ દિવસ હતો.
માઁ ભોમની હાકલે પોતાનો જન્મદિવસ હોવા છતાંય દુશ્મનને સામે ચાલીને રક્તતલાઈ મેદાનમાં જડબાતોડ જવાબ આપી દે છે, અને હલ્દીઘાટીનું યુદ્ધ ભારતવર્ષના ઇતિહાસનું એ મહાન ચીરસ્મરણીય યુદ્ધ થઈ જાય છે આ દિવસ ચેતકના ભવ્ય બલિદાનનો દિવસ પણ બની જાય છે.મહારાણા પ્રતાપનો મહારાણા ઉદયસિંહ બીજાને ત્યાં જનમ થયો હતો. તેમનો જન્મ રાજસ્થાનનાં પાલી શહેરનાં જૂની કચેરીનાં કુંભલગઢ (હાલનો રાજસમંદ જિલ્લો)માં થયો હતો. તેમની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું. તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. તેઓ સીસોદીયા રાજપૂત હતા. તેઓ સીસોદીયા વંશના ચોપનમાં રાજા હતા. મુઘલ બાદશાહ અકબર સાથે લડીને મેવાડ બચાવવાની તેમની હલ્દીઘાટીની લડાઈ ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.
તેમણે પોતાના શરૂઆતનાં દિવસો ભીલ લોકો સાથે ગાળ્યા હતાં. ભીલ બોલીમાં ‘કીકા’નો અર્થ પુત્ર થાય છે અને તેથી જ મહારાણા પ્રતાપને તેઓ કીકા કહીને બોલાવતા. મહારાણા પ્રતાપની ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ જેટલી હતી. અકબરની શરણાગતિ સ્વીકારવી ન હતી એટલે જ્યારે અકબરે કુંભલગઢ જીતી લીધું એમની ગેરહાજરીમાં ત્યારે પણ તેઓ શરણાગત થવાને બદલે અરવલ્લીનાં જંગલોમાં રહેવા લાગ્યા હતા. જંગલોમાં રહીને, અનેક મુસીબતોનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું. તેમનું વજન લગભગ 110 કિલો હતું. વાત માનવામાં નહીં આવે પણ સત્ય છે.ઈ. સ. 1572માં મહારાણા બન્યા પછી તેમણે ક્યારેય ચિત્તોડની ફરી મુલાકાત નહીં લીધી, હિંદુસ્તાન પર રાજ કરવાની ઈચ્છા રાખનાર બાદશાહ અકબર કેટલીય વાર મહારાણા પ્રતાપ પાસે સંધિ પ્રસ્તાવ લઈને પોતાનાં દૂત મોકલી ચૂક્યા હતા,
પરંતુ ‘મેવાડના રાજા તો પ્રતાપ પોતે જ રહેશે’ એ સિવાયની તમામ શાંતિ સંધિની શરતો તેઓ સ્વીકારવા તૈયાર હતા.પ્રતાપે મુઘલો સામે ઘણાં યુદ્ધો કર્યા હતા, પરંતુ પ્રખ્યાત તો હલ્દીઘાટીનું યુદ્ધ જ હતું. ઈ. સ. 1576માં થયેલાં આ યુદ્ધમાં વીસ હજાર સૈનિકો સાથે પ્રતાપે એંસી હજાર સૈનિકોવાળી મુઘલ સેનાનો સામનો કર્યો હતો. આ યુદ્ધ પછી મોગલોએ મેવાડ, ચિત્તોડગઢ, કુંભલગઢ, ઉદયપુર અને ગોગુંડા પર કબ્જો મેળવી લીધો હતો. પરંતુ પ્રતાપે ક્યારેય હાર સ્વીકારી ન હતી. આજે મહારાણા પ્રતાપ ના જન્મ દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના રાજપૂત સમાજ સહિત તમામ સમુદાયના લોકો દ્વારા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુએ ફૂલહાર કરી વીર પુરુષ નમન કરી ને યાદ કર્યા હતા.