સાતમની ઉજવણી અંતર્ગત દરબારગઢ પાસે ખાંભી પૂજન
જામનગરના ૪૮૪ માં સ્થાપના દિવસ શ્રાવણ સુદ સાતમ ને બુધવાર, તા ૨૩.૮.૨૦૨૩ નાં રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી . જામનગરના દરબારગઢ વિસ્તારમાં ખાંભીનું પૂજન થશે, તેમજ માજીરાજવીની પ્રતિમાઓને ફૂલહાર વિધિ કરાઈ .
જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ સુદ સાતમ નાં નગર નાં ૪૮૪ માં સ્થાપના દિવસ ની ઉજવણી અન્વયે મેયર બીનાબેન કોઠારી નાં હસ્તે દરબારગઢ પાસે ખાંભી પૂજન કરવામાં આવી . ત્યાર પછી લાલ બંગલા સર્કલ અને તળાવની પાળ સ્થિત પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા .
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને ધારાસભ્ય રિવાબા જાડેજા, ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન હર્ષાબા જાડેજા, દંડક કેતનભાઇ ગોસરાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા .
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી દ્વારા સમગ્ર સ્થાપના દિવસના કાર્યક્રમની ઉજવણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી .સાંસદ, ધારાસભ્ય, મહાનગર પાલિકા નાં અધિકારીઓ , પદાધિકારીઓ સહિતના નેતાઓ જોડાયા હતા .