ઓખા-ગુવાહાટી વચ્ચે ૨૦ ટ્રીપ જ્યારે પોરબંદર-શાલીમાર વચ્ચે ૨૮ ટ્રીપ થશે
કોવિડ -૧૯ મહામારી દરમિયાન, પશ્ચિમ રેલ્વેએ ૧ જુલાઇ, ૨૦૨૦ થી ૫ ઓગસ્ટ ૨૦૨૦ અવધિ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજ વસ્તુઓ વગેરેની આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે તેની વિશેષ ટાઈમ ટેબલ્ડવાળી પાર્સલ ટ્રેનો ઓખા-ગુવાહાટી અને પોરબંદર-શાલીમાર માટે બે પાર્સલ સ્પેશિયલ ટ્રેનોની ૪૮ સેવાઓ ચલાવશે.
ઓખા-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ ટ્રેન તારીખ ૧, ૫, ૮, ૧૨, ૧૫, ૧૯, ૨૨, ૨૬, ૨૯ જુલાઈ અને ૨ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ૭:૧૫ વાગ્યે ઓખા થી ઉપડી અને ત્રીજા દિવસે સાંજે ૧૭.૦૦ વાગ્યે ગુવાહાટી પહોંચશે. તેમજ આ ટ્રેન પરત તા. ૪, ૮,૧૧, ૧૫, ૧૮, ૨૨, ૨૫, ૨૯ જુલાઈ, ૧ અને ૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ૧૬:૦૦ વાગ્યે ગુવાહાટી થી ઉપડીને ત્રીજા દિવસે મધ્ય રાત્રીએ ૦૧:૧૦ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ સહિતના સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર ૦૦૯૧૩ પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેન પોરબંદર થી ૧, ૩, ૬, ૮, ૧૦, ૧૩, ૧૫, ૧૭, ૨૦, ૨૨, ૨૪, ૨૭,૨૯,૩૧ જુલાઈ ૨૦૨૦ના રોજ ૦૮.૦૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ૦૩.૩૦ વાગ્યે શાલીમાર પહોંચશે. આ ટ્રેન પરત તા.૦૩, ૦૫, ૦૮, ૧૦, ૧૨, ૧૫, ૧૭, ૧૯, ૨૨, ૨૪, ૨૬, ૨૯, ૩૧ જુલાઈ અને ૦૨ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ રાત્રે ૨૨.૫૦ વાગ્યે ઉપડશે ત્રીજા દિવસ ૧૮:૨૫ વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત સહિતના સ્ટેશનોએ રોકાશે.