કિશોરો અને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગ પર મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ એ એક સર્વે કર્યો
આજના સોશિયલ મીડિયાના યુગમાં અઢળક ચેટ અને વીડિયો ક્રિએટ એપ્લિકેશન ફ્રી માં મળી રહી છે. આજકાલ યુવાનો પોતાનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. પરંતુ એ જાણવું જરૂરી બને છે કે સોશિયલ મોડિયાનો વધુ ઉપયોગ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. કિશોરો અને યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગ પર મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ એ એક સર્વે કર્યો છે.
તારણો
@1800 કિશોરો અને યુવાનો પર કરવામાં આવેલ સર્વેમાં જાણવા મળ્યું કે છે કે 90 ટકા કિશોરો અને યુવાનો 15 થી 30 વર્ષની ઉંમર ધરાવતા કોઈપણ વય જૂથની તુલનામાં સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. એટલા માટે ખાસ કરીને યુવાનો પર તેની વધુ અસર પડી શકે છે.
- જેમાં 50% છોકરીઓ અને 57.50% છોકરાઓ પોતાના વિડીયો બનાવતા જોવા મળેલ.
- 70% છોકરીઓ અને 53.30% છોકરાઓ કોમેડી રિલ્સ બનાવતા જોવા મળેલ.
- 60% છોકરીઓ અને 45% છોકરાઓ માને છે કે સોશિયલ મિડોયામાં મુકાયેલ પોતાના ફોટા કે વિવિધ વિડીયો દ્વારા દ્વારા તેઓ પોતાના શારીરિક દેખાવના કારણે ફેમસ થશે.
- 14% લોકો વિવિધ વિડીયો મોટિવેશન મેળવવા, 27% લોકો આનંદ મેળવવા અને 59% લોકો માત્ર ટાઈમપાસ કરવા સોશિયલ મોડિયાનો ઉપયોગ કરે છે.
- 48% છોકરીઓ અને 67% છોકરાઓ મોડીરાત સુધી (અંદાજીત એક કે બે વાગ્યા સુધી) સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે.
- 34% છોકરીઓ અને 23% છોકરાઓએ જણાવ્યું કે પોતાની પોસ્ટને કોઈ લાઈક ન કરે તો તેમને ગમતું નથી અને બેચેની રહ્યા કરે છે.
- 78% છોકરીઓ અને 48.67% છોકરાઓ હાર્ડ બાઇન્ડ બુક કરતા મોબાઈલમાં સોફ્ટ કોપીમાં પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે.
- 56% છોકરીઓ અને 51.88% છોકરાઓ પોતાની દરેક ગમતી અને ન ગમતી બાબતો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરે છે.
- 78% છોકરીઓ અને 62.56% છોકરાઓ પોતે એકાંત કે એકલાપણુ અનુભવે છે એટલા માટે તેઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે.
- 56% છોકરીઓ અને 66.44% છોકરાઓને સામાજિક સમાયોજન કરવામાં તકલીફ હોય, કોઈ વારંવાર કઈ પૂછે એ ન ગમતું હોય તેઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે
- 45% છોકરીઓ અને 35.56% છોકરાઓને વાસ્તવિક જીવન કરતા સોશિયલ મીડિયાના સંબંધો અને ત્યાંની વાતો વધુ પસંદ છે
સોશિયલ મીડિયાથી દૂર રાખવા આટલું કરો
- સોશિયલ મીડિયાના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરો.
- જો તમે ઇચ્છો, રિમાઇન્ડર સેટ કરી શકો છો કે દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલો સમય પસાર કરશો
- ખોટી વિચલિત કરતી વેબસાઇટ્સને મ્યુટ કરો.
- સૂતા પહેલા ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહો
- કિશોરને સંબંધીઓ અને મિત્રો સાથે વધુ સમય પસાર કરવાનું કહો.
- સહુથી અગત્યનો પરિવાર છે એ ક્યારેય ન ભૂલવું.