બે દિવસમાં લાઈબ્રેરી ખુલ્લી નહીં કરાય તો કર્મચારીઓ માટે પ્રવેશબંધી: કોંગ્રી કોર્પોરેટરની ચિમકી
શહેરના વોર્ડ નં.૧૩માં ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા કોર્પોરેશનના સિવિક સેન્ટર ખાતે ૧૨ વર્ષ પહેલા લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી ની અને છેલ્લા ૧૨ વર્ષી અહીં આવાસ વિભાગ યોજનાનો કબજો છે. બે દિવસમાં લાઈબ્રેરી ખુલ્લી કરવા આજે વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે અલ્ટીમેટમ આપ્યું છે. જો સોમવાર સુધીમાં લાઈબ્રેરી ખુલ્લી કરવામાં નહીં આવે તો કર્મચારીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા સીવીક સેન્ટર ખાતે લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં બિલ્ડીંગના નિર્માણ બાદ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી નથી. આ જગ્યાએ લાઈબ્રેરી હોવાનું ખુદ ટીપી શાખાએ અભિપ્રાય આપ્યો છે. છતાં કોઈ કારણોસર લાઈબ્રેરી શરૂ કરવામાં આવતી નથી. કોંગ્રેસ દ્વારા અગાઉ આ લાઈબ્રેરીનું મહાત્મા ગાંધી પુસ્તકાલય નામકરણ કરવામાં આવ્યું હતું. હવે લાઈબ્રેરીનો કબજો છોડવા માટે આવાસ યોજના વિભાગને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો સોમવાર સુધીમાં લાઈબ્રેરી ખુલ્લી કરવામાં નહીં આવે તો આવાસ યોજના વિભાગના અધિકારીઓને આ બિલ્ડીંગમાં પ્રવેશ આપવામાં આવશે નહીં તેવી ચિમકી ઉચ્ચારાઈ છે.