રાજ્યમાં સક્રિય થયેલા અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આગામી 48 કલાકમાં દરમિયાન રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત બન્યું છે, જેને પગલે દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું હતું. અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરોથી મંગળવારે મોડી રાતથી લઇને આગામી બે દિવસો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદની ગેરહાજરીથી મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો વધીને 30 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર જેવાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.