પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ૧૫ કિલો જથ્થો જપ્ત કરાયો: કુલ રૂ૧૨,૧૫૪નો દંડ વસુલાયો
દુકાનદારો પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરે અને સ્વચ્છતા જળવાય રહે તે માટે પુર્વ ઝોનના કોમર્શીયલ વિસ્તારોમાં આજે પુર્વ ઝોનની તમામ ટીમ ધ્વારા મુખ્ય માર્ગો પર “એન્ટી પ્લાસ્ટિક ડ્રાઈવ અંતર્ગત ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી હતી, જેમાં ગંદકી ફેલાવતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ૪૮ આસામીઓ પાસેથી રૂ. ૧૨,૧૫૪/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે તથા ૧૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ છે. મુખ્ય માર્ગોમાં ૮૦ ફિટ રોડ, સંતકબીર રોડ, કોઠારીયા રોડ, કુવાડવા રોડ, ભાવનગર રોડ અને પેડક રોડ આવરી લેવામાં આવેલ છે.
ઉક્ત કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા, વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ. ડી. કે. સીંધવ, એન. એમ, જાદવ, એમ. એ. વસાવા તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, હરેશ ગોહેલ, પ્રશાંત વ્યાસ, પ્રતિક રાણાવસિયા, એ. એફ. પઠાણ, જે. બી, વોરા, તથા અર્પિત બારૈયા, ભુપત સોલંકી, જય ચૌહાણ, ભરત ટાંક ધ્વારા કરવામાં આવેલ હતી.