• 48 કલાકમાં 823 કેસો કરી સરકારી નોકરોને રૂ.5.06 લાખનો દંડ અપાયો

શહેરમાં સતત બીજા દિવસે હેલ્મેટ ડ્રાઇવ યથાવત રાખવામાં આવી હતી. આજે બીજા દિવસે હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં ટ્રાફિક શાખાએ કુલ 453 કેસો કરી રૂ. 2.24 લાખનો દંડ ફટકાર્યો છે જયારે આરટીઓએ 25 મેમો આપી રૂ. 63 હજારની રિકવરી કરી છે. જયારે છેલ્લી 48 કલાકમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓએ કુલ 823 કેસો કરીને રૂ. 5.06નો દંડ ફટકાર્યો છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા શહેરી વિસ્તારમાં પણ હેલ્મેટ ફરજીયાત પણે પહેરવા અંગે હુકમ કરવામાં આવ્યો હોય જેના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પુજા યાદવની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસને સરકારી તથા અર્ધસરકારી કર્મચારીઓ નામદાર અદાલતના હુકમનું પાલન કરે તે માટે ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું.

દરમિયાન ટ્રાફિક શાખાના અધિકારઓ તથા કર્મચારીઓ દ્વારા અલગ અલગ સરકારી કચેરીઓ ખાતે હેલ્મેટ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હેલ્મેટ નહી પહેરી નિયમ ભંગ કરનાર વિરૂધ્ધ કુલ 453 કેસ કરી રૂ. 2,24,700નો દંડ ફટકારવામાં આવ્યો છે.બીજી બાજુ આરટીઓ દ્વારા આજે કુલ 25 મેમો આપી રૂ. 63 હજારની રિકવરી કરવામાં આવી છે.

ગઈકાલે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કુલ 345 કેસો કરી રૂ. 2,19,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી બે દિવસ દરમિયાન 824 કેસો કરી રૂ. 5,06,800નો દંડ આપવામાં આવ્યો છે.

કલેકટર કચેરી બહાર હેલ્મેટ ઝુંબેશ: એકાદ ડઝન દંડાયા

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા જોરશોરથી હેલ્મેટ ઝુંબેશ ચાલી રહી છે. તેવામાં આજે કલેકટર કચેરીના ગેટ ઉપર પણ ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઇવ હાથ ધરી હતી. આ વેળાએ અંદાજે એકાદ ડઝન જેટલા કર્મચારીઓને હેલેન્ટ ન પહેર્યું હોવાથી દંડ ફટકારવામાં આવ્યો હતો.આ ઉપરાંત અનેક અરજદારો પણ દંડાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.