ભારત-પાકિસ્તાન દ્વારા દ્વિ-પક્ષીય કરારો મુજબ એકબીજાને કેદીઓ અને માછીમારોની યાદી સુપરત કરી
પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા ૫૩ સીવીલીયન કેદી સહિત ૪૭૧ માછીમારોનો ટૂંક સમયમાં છુટકારો થાય તેવા સંકેતો વચ્ચે ભારત-પાકિસ્તાન દ્વિ-પક્ષીય કરારો હેઠળ બંને દેશની જેલમાં બંધ કેદીઓની યાદીની આપ-લે કરી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનની જેલમાં ૫૩ નાગરિકો અને ૪૧૮ માછીમારો કેદ છે જે પૈકી ૯ નાગરિકો અને ૨૨૯ માછીમારોએ પોતાની સજા પૂર્ણ કરી લીધી હોવાનું જણાવી ભારત અને પાકિસ્તાને પોતાના દ્વિ-પક્ષીય કરારો મુજબ એકબીજા દેશમાં જેલમાં બંધ કેદીઓને છોડવા માટે યાદીની આપ-લે કરી હતી.
જો ૨૦૦૮માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જેલમાં બંધ કેદીઓ અંગે દ્વિ-પક્ષીય કરારો કરવામાં આવ્યા હતા જે અન્વયે વર્ષમાં બે વખત બંને દેશો ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના રોજ એકબીજા દેશોમાં જેલમાં બંધ કેદીઓની વિગતોની આપ-લે કરે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જેલમાં જાસુસીના આરોપ હેઠળ કુલભુષણ જાદવ અને હમીદ નેહાળ અસારી નામના નાગરિક સહિત અનેક નિર્દોષ લોકો સજા કાપી રહ્યા છે. જોકે વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવેલી યાદીમાં ઉપરોકત બંને નાગરિકોના નામોનો સમાવેશ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
કુલભુષણ જાદવને ૨૦૧૬માં પાકિસ્તાનમાં જાસુસીના આરોપ હેઠળ પકડી લેવામાં આવ્યા હતા અને પાકિસતાની લશ્કરી અદાલતે તેમણે ફાસીની સજા ફટકારી છે. જોકે, સજાને પગલે ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ સમક્ષ કેસ દાખલ કર્યો છે. એજ રીતે મુંબઈમાં અન્સારી અફઘાનિસ્તાનથી ગેરકાયદેસર રીતે મહિલા મિત્રની મદદથી પાકિસ્તાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા તેની ધરપકડ થઈ હતી.
વિદેશ મંત્રાલયે અંતમાં જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને રાજદ્વારી મારફતે નવી દિલ્હી અને ઈસ્લામાબાદમાં એક સાથે જ જેલમાં બંધ કેદીઓની વિગતોની આપ-લે કરી હતી અને દ્વિ-પક્ષીય કરારો મુજબ ટુંક સમયમાં જ પાક જેલમાં સબડતા ૪૭૧ કેદીઓનો છુટકારો થાય તેવા સંકેતો મળી રહ્યા છે.